गुजरात

કોરોના સામેની જંગમાં અમદાવાદની આ સોસાયટી બની છે નંબર 1, AMCએ પણ આપ્યો છે બેસ્ટ સોસાયટીનો એવોર્ડ

અમદાવાદ: કોરોનાનું સંક્રમણ વધતા ફરી લોકોને માસ્ક પહેરવા, હાથ સેનિટાઈઝ કરવા સહિત નિયમ પાલન કરવા જાગૃત કરવા પડી રહ્યા છે તેવામાં અમદાવાદની એક સોસાયટી ખરા અર્થમાં કોરોના સામે લડાઈ લડી રહી છે. આ સોસાયટીનું પ્લાનિંગ અન્ય સોસાયટીએ અપનાવવા જેવું છે. કારણ કે, આ સોસાયટીએ માત્ર એક બે દિવસ નહિ કોરોના સામે છેલ્લા એક વર્ષથી લડાઈ લડવાનું ચાલુ રાખ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ સોસાયટીને બેસ્ટ સોસાયટીનો એવોર્ડ પણ એનાયત કરી ચૂકી છે.

કોરોના વાયરસનુ સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે અમદાવાદના પ્રહલાદનગરની રોયલ ઓર્ચીડ એક એવી સોસાયટી છે જ્યાં એક- બે દિવસ નહી પરંતુ છેલ્લા એક વર્ષથી દરરોજ સેનિટાઇઝેશન અને ફોગિંગની પ્રક્રીયા કરવામા આવી રહી છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતા મોટાભાગના લોકોએ નિયમોને નેવે મુકી દીઘા હતા ત્યારે પ્રહલાદનગરની રોયલ ઓર્ચિડ ફ્લેટમાં છેલ્લા એક વર્ષથી દરરોજ બેથી ત્રણ વાર ફોગિંગ કરવામા આવી રહ્યુ છે.

Related Articles

Back to top button