ભારતે એક પછી એક મિસાઇલ્સનું પરીક્ષણ શરૂ કરતાં પાકિસ્તાન હવે ગભરાઈ ગયું | Pakistan is now scared as India started testing missiles one after the other

![]()
– યુ.એસ. ઈઝરાયેલ વિરૂદ્ધ ઈરાન યુદ્ધ
– પાકિસ્તાને પહેલાં મિસાઈલ્સ પરીક્ષણ શરૂ કર્યું તેણે 200 કિ.મી.નો નોફલાઇ ઝોન જાહેર કર્યો : તે પછી ભારતે પરીક્ષણ શરૂ કર્યું 400 કિ.મી.નો નોફલાઈ ઝોન જાહેર કર્યો
નવી દિલ્હી : ઈઝરાયેલ-અમેરિકા વિરૂદ્ધ ઈરાનનું યુદ્ધ આ તબક્કે તો બંધ થવાનું નામ લેતું નથી, ઉલટાનું તીવ્ર બનતું જાય છે. આ સાથે વૈશ્વિક અનિશ્ચિતતા વધતી જાય છે. તેવામાં પાકિસ્તાને પોતાની તાકાત દેખાડવા મિસાઇલ્સ પરીક્ષણો શરૂ કરી દીધા હતા, તેણે અરબી સમુદ્રમાં ‘નો-ફલાઈ-ઝોન’ નિયમાનુસાર જાહેર કરવો પડે તેમ તે પરીક્ષણો પહેલાં ૨૦૦ કીમીનો ‘નોફલાઈ ઝોન’ જાહેર કરી મિસાઇલ પરીક્ષણો કરી મનમાં ફુલાઈ રહ્યું હતું.
તે પછી તુર્તજ થોડા સમયમાં જ ભારતે તેના પ્રબળ પ્રક્ષેપાસ્ત્રોનું પરીક્ષણ કરવા નિર્ણય કરતાં અરબી સમુદ્રમાં ૪૦૦ કીલો મીટરનો ‘નો-ફલાઈ-ઝોન’ જાહેર કરતાં પાકિસ્તાન ગભરાટમાં આવી ગયું છે. બંને દેશોએ ‘નોટિસીઝ-ટુ-એરમેન’ (ર્શં્છસ્જી) જાહેર કરી છે.
અહેવાલો વધુમાં જણાવે છે કે, પાકિસ્તાને એપ્રિલ ૩૦ દિવસે સવારે ૩ વાગ્યાથી, એપ્રિલ ૨૧ (બપોરના ૩ વાગ્યા સુધી) ‘નો-ફલાય-ઝોન’ જાહેર કરી મનમાં તેની તાકાત માટે ફુલાતું હતું ત્યાં જ ભારતે પણ તેનું મિસાઇલ્સ પરીક્ષણ જાહેર કર્યું. જે એપ્રિલ ૨૨ (સવારના ૯.૩૦)થી એપ્રિલ ૨૫ (રાત્રીના ૯.૩૦) સુધી ચાલવાનું હોવાથી તે દિવસો વચ્ચે ૪૦૦ કીલોમીટરની ત્રિજ્યાનો અરેબીયન સીમા નો-ફલાઈ-ઝોન જાહેર કર્યો હતો. સાથે તેમ પણ જાહેર કર્યું હતું કે, આ વિસ્તારથી તે સમય દરમિયાન દરેક જહાજોએ અને વિમાનોએ પણ દૂર રહેવું જેથી અકસ્માતથી પણ કોઈને નુકસાન ન પહોંચે.
મધ્યપૂર્વમાં વધી રહેલી તંગદિલીને લીધે મધ્યપૂર્વ આસપાસના દેશોમાં પણ લશ્કરી કાર્યવાહી વધી ગઈ છે. બીજી તરફ હોર્મુઝ સમુદ્ર ધુનિ બંધ થતાં એશિયા, આફ્રિકા અને યુરોપનો ઊર્જા પૂરવઠો અટવાઈ ગયો છે. સાથે અરબી સમુદ્રમાં નૌકાદળોની કાર્યવાહી પણ વધી રહી છે. ભારતે તેનું જાસૂસી યુદ્ધ જહાજ આઈએનએસ ‘ધુ્રવ’ તે વિસ્તારમાં નજર રાખવા મોકલી દીધું છે. ભારતનો હેતુ મૂળભૂત રીતે શાંતિમય હોવા છતાં ભારતની પ્રહાર શક્તિથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે.



