गुजरात
અકોટા બ્રિજ નીચે મકાનમાંથી દોઢ કિલો ગાંજા સાથે કેરિયર પકડાયો, સાગરીત ફરાર | Akota Bridge Drug Raid: SOG Seizes 1 5 KG Ganja From House Search On For Associate

![]()
Vadodara Ganja Smuggling : વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસેથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક કેરિયરને ઝડપી પાડી તેના સાગરીતને વોન્ટેડ જાહેર કર્યો છે.
અકોટા બ્રિજ નીચે નવાવાસમાં રહેતો જુબેર રબભાઈ પટેલ ગાંજાનો ધંધો કરતો હોવાની માહિતી મળતા ગઈકાલે મોડી સાંજે એસઓજીએ દરોડો પાડયો હતો. જે દરમિયાન તેના મકાનમાંથી રૂ.પોણો લાખની કિંમતનો દોઢ કિલો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે કેરિયર પાસેથી ડિજિટલ વજન કાંટો અને મોબાઈલ કબજે કર્યા હતા. તપાસ દરમિયાન નજીકમાં રહેતો ગની નિઝામ શેખ નામનો સાગરીત પણ તેની સાથે સંકળાયેલો હોવાની વિગતો ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.



