गुजरात

રાજકોટ મહાદેવ ધામમાં ગુરૂવારે તુલસી વિવાહની ભાવપૂર્ણ ઉજવણી થશે રાજકોટ જીવનનગરના મહાદેવધામમાં તુલશી વિવાહનો ધાર્મિક સમારોહ

રૈયા રોડ જીવનનગરના મહાદેવધામમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો.

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

રાજકોટ ગુજરાત

બુધવારે સાંજે મંડપારોપણ સાંજીના ગીતો, ગુરૂવારે સાંજે ભવ્યાતિત લગ્ન સમારોહ ભગવાનના લગ્ન હોય મંદિરને ભવ્યાતિત કરાશે.

પ્રદેશ, શહેર, ભા.જ.૫.ના મહાનગરપાલિકાના પદાધિકારીઓ હાજરી આપશે.

જાહેર જનતાને ભાગ લેવા અનુરોધ.

રાજકોટ : રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ મહિલા સત્સંગ મંડળ, તુલશી વિવાહ સમારોહ સમિતિ ઉપક્રમે ગુરૂવાર તા. ૨૩મી નવેમ્બર સાંજે ૪ કલાકે મહાદેવધામના પટાંગણમાં તુલશી વિવાહનો ભવ્ય ધાર્મિક સમારોહ યોજવામાં આવ્યો છે. દેવાધિદેવનો પ્રસંગ હોય અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના પઠાધિકારીઓ ખાસ હાજરી આપશે.

સમારોહના મુખ્ય સંયોજક સુનિતાબેન વ્યાસ, વિનોઠશય ભટ્ટની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે તા. રરમી બુધવાર સાંજે પાંચ કલાકે ભગવાનના લગ્ન પ્રસંગને અનુરૂપ સાંજીના ગીત, સત્સંગ, હિપમાલા, તોરણ બાંધવા, મંડપારોપણ અને તા. ૨૩મી ગુરૂવાર સાંજે ૪ કલાકે દેવાધિદેવનો લગ્ન સમારોહ કાજલબેન જતીનભાઈ ગણાત્રા, નિરવભાઈ ગણાત્રા પરિવાર, કન્યા પક્ષે : ભારતીબેન, નલિનભાઈ ગંગદેવ પરિવાર વિધિ-વિધાન, લગ્ન સમારોહમાં બેસવાના છે. મંદિરમાં બુધવાર-ગુરૂવારે રોશની, મહાઆરતી, ક્રિપમાલા, તોરણ, સત્સંગ સહિત આયોજનો છે.

મંદિરના સહવ્યવસ્થાપક વિનોદરાય ભટ્ટ, સુનિતાબેન વ્યાસે વિશેષ વ્યવસ્થા શ્રધ્ધાળુઓ માટે કરી છે. પ્રસાદ સાથે ભગવાનનું સામૈયું, પધરામણી, પહેરામણી, હસ્તમેળાપ, કંસાર, હાથઘરણું, નામાવલી તૈયાર કરવામાં આવી છે. રૈયા રોડ ઉપરનું પરિવારનું માનીતું મંદિર, માનવ મંદિર જાહેર થયું છે. તા. ૨૩મી ગુરૂવાર બપોરે ૩ કલાકે જીવનનગર શેરી નં. ૪, અનિલ જ્ઞાન મંદિરની પાછળ, રૈયા રોડ, રાજકોટ ખાતે હાજરી આપી ધાર્મિક વિધિમાં ભાગ લઈ શકશે. વિધિની સામગ્રી મંદિર તરફથી રાખવામાં આવેલ છે. ભગવાન વિષ્ણુ-લક્ષ્મીજીની વિશેષ પૂજન, અર્ચન, પૂજા સહિત આયોજનો છે. ભવ્યાતિત સમારોહ છે.

તુલશી વિવાહ પ્રસંગમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, શ્રીમતિ નીલુબેન જાદવ, શાસક પક્ષના નેતા, વોર્ડ પ્રભારી રઘુભાઈ ધોળકિયા, મહામંત્રી રત્નઠીપસિંહ જાડેજા, મેહુલભાઈ નથવાણી, વોર્ડ નં. ૧૦ના નગરસેવકો જયોત્સનાબેન ટીલાળા, રાજશ્રીબેન ડોડીયા, નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, પૂર્વ નગર સેવકો પરેશભાઈ હુંબલ, અશ્વિનભાઈ ભોરણીયા, ભા.જ.૫.ના આગેવાનો હાજરી આપવાના છે. સમારોહની તૈયારી વિજયભાઈ જોબનપુત્રા, વિનુભાઈ ઉપાધ્યાય, પાર્થ ગોહેલ, પંકજભાઈ મહેતા, અલ્કાબેન પંડયા, જયોતિબેન પુજાશ, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, યોગીતાબેન જોબનપુત્રા, શોભનાબેન ભાણવડીયા, હર્ષાબેન પંડયા વિગેરે કરી રહ્યા છે.

Related Articles

Back to top button