गुजरात

દેશભરમાં કાળીચૌદશની ઐતિહાસિક ઉજવણી કરતું વિજ્ઞાન જાથા

ભારતમાં કકડાટ ગરીબાઈ, અજ્ઞાનતા અને વસ્તી વિસ્ફોટ.... જયંત પંડયા

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

ગુજરાત

રાજયમાં અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, કુરિવાજોને સ્મશાનના ખાટલે અગ્નિદાહ…… જાથા

રાજયમાં ૧૨૦૦ નાના-મોટા નગરોમાં કાળીચૌદશની ઉજવણી કરતું જાથા.

સ્મશાનના ખાટલે કકડાટના વડા આરોગવામાં આવ્યા.

મેલીવિદ્યાની નનામીને અગ્નિદાહ આપી લોકોએ ચા ની ચુશ્કી લગાવી.

રાજયમાં ગામે-ગામ સ્મશાનની મુલાકાત કરતા જાગૃતો.

મહિકા ગામમાં ચાર ચોકમા કુંડાળા કરવાના રિવાજને કાયમી તિલાંજલિ આપતા ગ્રામજનો. ભૂત-પ્રેત, મશાલ સરઘસ કાઢી ભ્રામકતા, ભય-ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો.

રાજકોટ પો. કિંમ. કચેરી, આજી ડેમ પોલીસ સ્ટેશને બંદોબસ્ત જાળવ્યો.

અમદાવાદ : દેશભરમાં કાળીચૌદશની ઐતિહાસિક ઉજવણી કરી લોકોએ વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવી જ્ઞાન-વિજ્ઞાનને પ્રાધાન્ય આપ્યું હતું. રાજયમાં ૧૨૦૦ નાના-મોટા નગરમાં સ્મશાનના ખાટલે કકડાટના વડા આરોગી, મેલીવિદ્યાને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. વિજ્ઞાન જાથાના રાજયકક્ષાના કાર્યક્રમ મહિકા ગામે ભૂત-પ્રેતનું સરઘસ, મેલીવિદ્યાની નનામી, મશાલ સરઘસે લોકોમાં કૌતુક ઉભું કર્યું હતું. આખા ગામમાં એકપણ કુટુંબે ચાર ચોકમાં કકડાટના વડા મુકવાના રિવાજને કાયમી તિલાંજલિ આપી હતી.

રાજકોટ તાલુકાના મહિકા ગામે ધણ ચોકમા ગ્રામજનો એકઠા થઈને મેલીવિદ્યાની નનામીને ગ્રામ્ય મહિલાઓએ કાંધ આપી સ્મશાનના ખાટલે અગ્નિદાહ આપી, દેશનિકાલ કર્યો હતો. ભૂત-પ્રેતનું સરઘસ, મશાલ સરઘસે સામાજિક ચેતનાનું કામ કર્યું હતું. વિજ્ઞાન સુત્રો બોલી અંધશ્રદ્ધાને દેશવટો આપવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. નાના બાળકોથી મોટેરાઓએ ભાગીદાર બની સ્મશાનમાં કકડાટના વડા, ચા-નાસ્તો આરોગ્યો હતો. મેલીવિદ્યાને સ્મશાનના ખાટલે પાટુ મારી ભ્રામકતા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગામ સ્વયંમ જાગૃત થયું હતું. વિજ્ઞાન જાથાની ઝુંબેશમાં સુર પુરાવ્યો હતો. જ્ઞાન-વિજ્ઞાનથી લોકોનું ભલુ સુખી સંપન્ન થવાના નિર્ધાર સાથે ગ્રામજનોએ ભાગ લીધો હતો. ગામમાં સામાજિક ચેતનાનું વાતાવરણ ઉભું થયું હતું. ગામના સરપંચ પાર્વતીબેન, બાબુભાઈ મોલીયા, ભરતભાઈ મોલીયા, મુકેશ ભગવાનભાઈ, સંદિપ પરસોત્તમભાઈ, આગેવાનોએ વિજ્ઞાન રેલીમાં આગેવાની લીધી હતી. ગામમાં દિવાળી પર્વની કાળીચૌદશની ઉજવણી કરવામાં આવી હતી.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજયમાં છેલ્લા ૩૨ વર્ષથી કાળીચૌદશની ગેરમાન્યતાનું ખંડન કરી ઉજવણી કરવામાં આવે છે. સ્મશાનમાં આજ દિન સુધી સાધક કે ઉપાસકે આવવાની હિંમત કરી નથી. એકપણ ચમત્કારિકે જાથાનો પડકાર ઉપાડયો નથી. સ્મશાનના કાર્યક્રમોમાં અવરોધ થયો નથી. કાળીચૌધશ અશુભ-ભારે દિવસ જેવી એકપણ ઘટના બની નથી. ખૌફનાક વાતો, પ્રેતાત્મા વિહાર કરે, મેલીવિદ્યાની આપ-લે થાય વિગેરે ભ્રામક વાતો ખોખલી, બેબુનિયાદ જાથાએ સાબિત કરી છે. સદીઓ જુની માન્યતા— પરંપરાઓ, કુરિવાજોને નેસ્તનાબુદ કરવામાં જાથાએ સફળતા મેળવી હતી. એક મિનિટ માટે અમંગળ થયું નથી. કાળીચૌદશ સામાન્ય દિવસ છે તે પ્રકારે નાટકીય કાર્યક્રમ આપી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. રાજયમાં ૧૨૦૦ નાના-મોટા નગરોમાં કાર્યક્રમોને જ્વલંત સફળતા મળી હતી. ગામે-ગામે જાગૃતોએ સ્મશાનની મુલાકાત કરી જાથાની ઝુંબેશને ટેકો જાહેર કર્યો હતો. જાથાની વિચારધારામાં મોટો સમુહ જોડાયેલો છે. જાથાએ લોકહૃદયમાં સ્થાન લીધું છે તેવી પ્રતિતી જોવા મળી હતી.

જાથાના જયંત પંડયાએ સ્મશાનમાં ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે ભારતની અનેક

પ્રકારની સમસ્યાઓના મૂળમાં ગરિબાઈ, વસ્તી વિસ્ફોટ કારણભૂત છે. દેશમાં દુઃખનો કકડાટ

દૂર કરવા માટે સહિયારો પ્રયાસ સાથે તર્કને પ્રાધાન્ય, વિજ્ઞાન અભિગમ અપનાવો પડશે.

અજ્ઞાનતાની જનેતા અંધશ્રદ્ધા છે તેને દેશવટો આપવાની જરૂર છે. અંધશ્રદ્ધાથી માનવીને

બરબાદી–પાયમાલી મળી છે તેથી જાગવાની જરૂર છે. લોકોએ પોતાના પરિવાર માટે ચિંતન

કરવાની જરૂર છે. વિજ્ઞાનથી માનવી સુખી-સંપન્ન થયો છે તે કડવી વાસ્તવિકતા છે. સદીઓથી

કાળીચૌદશનો અપ્રચાર થયો છે તેમાં લેભાગુઓનું કારસ્તાન જોવા મળે છે. ભૂત–પ્રેત, મામો,

ખવીશ, ડાકણ–ચુડેલ, આસુરી શક્તિનું અસ્તિત્વ જ નથી. તો નડે કઈ રીતે ? જાથાએ ચકાસણી

કરતાં ખોટું, હૂંબક સાબિત થયેલ છે. નવાંગતુક વિચારને પ્રાધાન્ય આપવાની જરૂર છે. પુરુષાર્થ,

પ્રમાણિકતા, વાસ્તવિક બનીશું તો આપોઆપ દેશને પ્રગતિના પંથે લઈ શકાય છે. સદીઓ

જુના મનમાં પડેલા વિચારોને નેસ્તનાબુદ કરવા પડશે. ભારતની સમસ્યામાં અસમાનતા,

જ્ઞાતિ, જાતિ, કોમના ભેદભાવ, છૂત-અદ્ભુતના વિચારો, બેરોજગારી, નિરક્ષરતા, કુરિવાજો,

જડ માન્યતા, અનેક પ્રકારના પીડાદાયક કર્મકાંડ-ક્રિયાકાંડોથી પ્રગતિમા અવરોધક પરિબળો

છે તે માટે લોકચળવળ, સકારાત્મક કામગીરી કરવી પડશે. પ્રત્યેક નાગરિક આર્થિક સંપન્ન

થાય તેવા પ્રયત્નો કરવા પડશે. બાળકો–વૃધ્ધોની હાલત અતિ ગંભીર પ્રકારે જોવા મળે છે

તેના માટે સામુહિક પ્રયાસો જ નિરાકરણ લાવી શકશે. અંધશ્રદ્ધાના બનાવો વધે છે તે ચિંતાનો

વિષય છે.

રાજયમાં કાળીચૌદશની ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો અસરકારક સાબિ થયા હતા. ગામેગામ સ્મશાનમાં રોશની કરી ચા-નાસ્તો આરોગી ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામ્ય સ્તરે ભારે સફળતા મળી હતી.

મહીકા ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ મોલીયાની આગેવાનીમાં ગ્રામ પંચાયતના તમામ કારોબારી સદસ્યો, ગામના જાગૃતોમાં મુકેશ ભવાનભાઈ, ભરતભાઈ રામજીભાઈ, સંદિપ પરસોતભાઈ, સંજય વેલજીભાઈ, ભીમજી હિરાભાઈ, છગન જીવાભાઈ, રસિક ખુંટ, ઉમેશ ગોહેલ, ઉમેશ વસાણી, ભરત ખુંટ, હિતેશ ગઢીયા, કિશોર માલવીયા, લખમણ મોલિયા, ચિરાગ મોલિયા, લલીત મોલિયા, પ્રવિણ ખુંટ, સરપંચ પાર્વતીબેન મોલિયા, વર્ષાબેન ખુંટ, પુનાભાઈ જાદવ, રમેશભાઈ રાઠોડ કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનતથી સફળતા મળી હતી. ભૂત-પ્રેતની વેશભૂષામાં ગૌતમ પરબતાણી, ઉમંગ મોલીયા, કિશન ખુંટ, રૂત્વીક ખુંટ, નૈતિક ગજેરા, નિરવ ગઢીયા, ધ્રુવીલ ખુંટ, યશ મોલીયા, રક્ષીત વરસાણી, જયરાજ સોલંકી, મિરાજ ગઢીયાએ ભાગ લીધો હતો.

જાથાના વિનોદ વામજા, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ભોજાભાઈ ટોયટા, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, પ્રકાશ મનસુખભાઈ, હર્ષાબેન વકીલ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહેલ અનેક કાર્યકરો સફળતાના સહભાગી બન્યા હતા.

Related Articles

Back to top button