गुजरात

રાજયમાં ગામેગામના સ્મશાનમાં જનજાગૃતિ સાથે ચા-નાસ્તા, વડા આરોગાશે.

આજે મહિકા સ્મશાનમાં ભૂત-પ્રેતનું સરઘસ, મેલીવિદ્યાની નનામીને અગ્નિદાહ અપાશે

ગુજરાત

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

આજે દેશભરમાં કાળીચૌદશની શાનદાર ઉજવણી થશે

વિજ્ઞાન જાથાનો રાજયકક્ષાના કાર્યક્રમમાં ઐતિહાસિક ઉજવણી થશે. મહિકા સ્મશાનમાં ભોજન સમારંભ.

 

ચાર ચોકમાં મુકેલા કકડાટના વડા આરોગી ગેરમાન્યતાનું ખંડન થશે. મહિકા ગામમાં મશાલ સરઘસ, મેલીવિધાની નનામી, ભૂત-પ્રેતનું નાટકીય અવલોકન.

 

રાજયમાં પોતાના ગામમાં સ્મશાનની મુલાકાત કરવા જાથાની અપીલ.

 

મહિકા સોનાપુરીમાં જનસમાજ જાગૃતોને હાજરી આપવા આહવાન.

 

મહિકા ગામમાં મોડી સાંજથી પોલીસ બંદોબસ્ત.

 

અમદાવાદ : ભારતમાં સદીઓથી કાળીચૌદશની ખૌફનાક વાતો, ગેરમાન્યતા, કુરિવાજો, પરંપરાઓ, કર્મકાંડો–ક્રિયાકાંડો પ્રદેશ પ્રમાણે જોવા મળે છે. કાળીચૌદશ ભારે, અશુભ દિવસ, સાધના-ઉપાસના, મેલીવિદ્યાની આપ-લે, ફળ પ્રાપ્તિ, સંધ્યા સમયે પ્રેતાત્માનો વિહાર, સગર્ભા સ્ત્રીએ બહાર નીકળવું નહિ, ચાર ચોકમાં કરેલા કુંડાળામાં પગ મુકવો નહિ તેવી જાતજાતની વાતો સાંભળવામાં આવે છે. હિકકતે તમામ બોગસ, હંબક, બેબુનિયાદ વિજ્ઞાન જાથાએ સાબિત કરી છે. તેથી કાળીચૌદશની દેશભરમાં ઐતિહાસિક ઉજવણી કરવામાં આવે છે. સ્મશાનમાં ખંડન કાર્યક્રમો યોજી લોકોમાં દ્રઢ મનોબળ કેળવવા પ્રયાસ કરવામ આવે છે. શનિવાર તા. ૧૧ મી રાત્રિના ૯-૦૦ કલાકે રાજયકક્ષાનો કાર્યક્રમ મહિકા ગામે યોજવામાં આવ્યો છે જેમાં જનસમાજ, જાગૃતોને હાજર રહેવા આહવાન કરવામાં આવ્યું છે.

 

જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજયમાં ગામે-ગામ સ્મશાનમાં જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ચા-નાસ્તો, વડા આરોગવા સહિત કાર્યક્રમો યોજાશે. કાળીચૌદશની ખૌફનાક વાતોને જમીનદોસ્ત કરવામાં આવશે. મેલીવિદ્યા, આસુરી શક્તિને અગ્નિદાહ આપી, કકડાટના વડા સ્મશાનના ખાટલે આરોગવામાં આવશે. દિપાવલી પર્વ જેવી ઉજવણી કરવામાં આવશે. ભૂત-પ્રેત–મામો, જીન્નાત, ચુડેલ–ડાકણ અસ્તિત્વ જ નથી તો માનવીને નડતર કેવી રીતે કરે તેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવશે. લોકોમાં પડેલો ભય, ડર, ભ્રમ દૂર કરવાના પ્રયાસોમાં અવનવા કાર્યક્રમો બતાવવામાં આવશે. વિજ્ઞાનના ફાયદાઓની વાત કરવામાં આવશે. ૨૧ મી સદીને અનુરૂપ માનવીનું વર્તન-વ્યવહાર સંબંધી હિકકત મુકવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં જાથાએ ૧૨૦૦ થી વધુ સ્મશાનમાં જાગૃતિ કાર્યક્રમો અમલમાં મુકેલા છે. બાળકો-પરિવાર સાથે સ્મશાનની મુલાકાત કરે તેવો અભિગમ રાખવામાં આવ્યો છે. સદીઓથી કકડાટ ચાર ચોકમાં કાઢીએ છીએ પરંતુ માનવીને ફાયદા કરતાં નુકશાન થયું છે તેથી તિલાંજલિ આપવાનો વિચાર મુકવામાં આવશે. લેભાગુઓનું ષડયંત્રને દેશનિકાલ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. વિજ્ઞાન અભિગમથી પરિવાર, કુટુંબ, સમાજ, રાષ્ટ્રને ફાયદો થવાનો છે તેવી વાસ્તવિક હકિકત મુકવામાં આવશે.

 

વધુમાં જયંત પંડયા જણાવે છે કે મહિકા ગામમાં રાત્રિના ૯-૦૦ કલાકે ધણ ચોકમાં એકઠા થઈ ભૂત-પ્રેતનું સરઘસ, મશાલ સરઘસ, મેલીવિદ્યાની નનામી, વિજ્ઞાન સુત્રોચ્ચાર સાથે રેલી નીકળી સોનાપુરી સ્મશાનમાં પહોંચી સૌ પ્રથમ સ્મશાનના ખાટલે અગ્નિદાહ આપી તેના ઉપર ચા મુકી હાજર જાગૃતો ચા ની ચુશ્કી લગાવશે. મેલીવિદ્યાનો પોંક બતાવવામાં આવશે. ભૂત-પ્રેતની વેશભૂષામાં ડર-ભય કાઢવાના નવતર કાર્યક્રમો આપશે. કકડાટના વડા સ્મશાનના ખાટલે આરોગવામાં આવશે. ચમત્કારોથી ચેતો લોકજાગૃતિનું નિદર્શન કરી વિસ્તૃત માહિતી આપવામાં આવશે. સ્મશાનમાં હાજર લોકોને ચા-નાસ્તો, પુડલા સામુહિક ભોજન કરાવવામાં આવશે.

 

વિશેષમાં જાથાના પંડયા જણાવે છે કે દેશવ્યાપી જાગૃતિ કાર્યક્રમ હોય લોકોમાં જબરો ઉત્સાહ છે. સ્વયંભુ લોકો સ્મશાનની મુલાકાત કરી વૈજ્ઞાનિક માનસ બતાવી અંધશ્રદ્ધાને દેશવટો આપવાના કાર્યક્રમો આપી લેભાગુઓને આલબેલ કરવામાં આવશે. અંધશ્રદ્ધાથી માનવજાતને બરબાદી–અધોગતિ મળી છે તેને દેશનિકાલ કરવાની જરૂર છે. રાજયમાં કાર્યકરો, જાગૃતો પોતાની પસંદગીનો એક કાર્યક્રમ આપી પર્વની ઉજવણી કરનાર છે. જાથા છેલ્લા ૩૧ વર્ષથી અવિરત કાર્યક્રમ આપે છે, આજદિન સુધી કોઈની લાગણી દુભાવવામાં આવી નથી. ન્યાય સુસંગત કાર્યક્રમ આપે છે. મહિકા ગામમાં મોડી સાંજથી પોલીસ બંદોબસ્ત ગોઠવવા આવ્યો છે. વિડીયો રેકોડીંગ સાથે સ્મશાનમાં સી.સી. ટી.વી. કેમેરા રાખવામાં આવ્યા છે.

 

રાજયમાં જિલ્લા મથકો, તાલુકા, ગ્રામ્ય સ્તરે આયોજનમાં રાજકોટ, અમદાવાદ, ગાધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, નડીયાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, નવસારી, વાપી, છોટા ઉદેપુર, ગોધરા, ડાંગ આહવા, રાજપીપળા, માણસા, મહિસાગર, તાપી, કચ્છ-ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, ધોરાજી, ઉપલેટા, દેહગામ સહિત અનેક તાલુકા-ગ્રામ્ય મથકોએ અંધશ્રદ્ધા નિવારણ સાથે સ્મશાનમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે.

મહીકા ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ મોલીયાની આગેવાનીમાં ગ્રામ પંચાયતના તમામ કારોબારી સદસ્યો, ગામના જાગૃતોમાં મુકેશ ભવાનભાઈ, ભરતભાઈ રામજીભાઈ, સંદિપ પરસોતભાઈ, સંજય વેલજીભાઈ, ભીમજી હિરાભાઈ, છગન જીવાભાઈ, રસિક ખુંટ, ઉમેશ ગોહેલ, ઉમેશ વસાણી, ભરત ખુંટ, હિતેશ ગઢીયા, કિશોર માલવીયા, લખમણ મોલિયા, ચિરાગ મોલિયા, લલીત મોલિયા, પ્રવિણ ખુંટ, ચંદુભાઈ પ્રેમજીભાઈ, કનુ મકનભાઈ, જાદવ દેવરાજભાઈ, લલિત ભગાભાઈ, મુકેશભાઈ સાખડ, રમેશભાઈ બોઘરા, પિયુષભાઈ સંચાણીયા, આશિષ મનસુખભાઈ, નાગજીભાઈ ખુંટ, ભીમજીભાઈ મોલીયા, કિશોર ધીરૂભાઈ, હરેશ જસમતભાઈ, દલસુખ ગોરધનભાઈ, સરપંચ પાર્વતીબેન મોલિયા, વર્ષાબેન ખુંટ, પુનાભાઈ જાદવ તથા રમેશભાઈ રાઠોડ કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે.

જાથાના વિનોદ વામજા, અંકલેશ ગોહિલ, ભોજાભાઈ ટોયટા, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, રવિ પરબતાણી, ભોજાભાઈ ટોયટા, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, પ્રકાશ મનસુખભાઈ, હર્ષાબેન વકીલ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહેલ અનેક કાર્યકરો પ્રયોગ નિદર્શનમાં જોડાવવાના, રાજયના જિલ્લા તાલુકા, ગ્રામ્ય મથકે જાથાને ટેકો આપવા ગામેગામ સ્મશાનમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ જાગૃતિ કાર્યક્રમો આપવામાં આવશે. મહીકા ગામમાં કાર્યક્રમનું સંચાલન પૂર્વ સરપંચ બાબુભાઈ મોલીયા કરશે.

Related Articles

Back to top button