गुजरात

પોક્સો તથા બળાત્કારના આરોપીને શોધી પકડી પાડતી અંજાર પોલીસ

અંજાર

કાંતિલાલ સોલંકી

શ્રી જે.આર. મોથાલીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે

શ્રી એસ.ડી.સિસોદીયા પોલીસ ઇન્સપેક્ટર નાઓ જાતેથી તથા પોલીસ સ્ટાફની ટીમો બનાવી અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩૨૩૦૮૨૮/૨૦૨૩ આઈ.પી.સી કલમ ૩૬૩ ૩૬૬ ૩૭૬(૩) મુજબના ગુના કામેના આરોપી રાજસ્થાન નાસી ગયેલ હોઈ જેને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ આધારે હકકીત મેળવેલ કે આ ગુના કામેનો આરોપી વર્ષામેડીના શાંતીધામ ખાતે આવેલાની હકીકત મળતાં તુરંત જ બાતમી વાળી જગ્યાએથી આરોપીઓને પકડી પાડી ઉપરોક્ત ગુના કામે રાઉન્ડ અપ કરી અંજાર પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

પકડી પાડેલ આરોપી : જતીન ઉર્ફે જીતુ અશોકભાઈ શર્મા ઉવ.૩૨ રહે,મ.નં.૨૫૮ માધવનગર શાંતિધામ વર્ષામેડી તા.અંજાર મૂળ રહે, ગોવિંદનગર રામગંજ અજમેર રાજસ્થાન

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ. ડી. સિસોદીયા, સાહેબ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોએ સાથે રહી કામગીરી કરેલ છે.

Related Articles

Back to top button