गुजरात

૨૨૦કેવી મોટીપાનેલી સબસ્ટેશન ખાતે ના કંપાઉન્ડ માં સ્વતંત્રતા દિન ની ભવ્ય ઉજવણી:૭૭ મો સ્વતંત્રતા દિનની ઉજવણી કરતા ૨૨૦કેવી મોટીપાનેલી સબસ્ટેશન ના અઘિકારીઓ અને કર્મચારીઓ

મોટીપાનેલી ( ઉપલેટા )

સ્વતંત્ર ભારત ના ૭૬વર્ષ પૂર્ણ થતાં
૭૭માં સ્વતંત્રતા દિન ની ઉજવણી રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના પાનેલીમોટી ખાતેના 220કેવી મોટીપાનેલી સબસ્ટેશન ખાતે અઘિકારી તેમજ કર્મચારી દ્વારા કરવામાં આવી હતી .આપ્રસંગે નાયબ ઇજનેર આર જે રાવલિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યુંહતું.

આ દરમિયાન નાયબ ઇજેનર એમ એચ ગજેરા, આર કે ચૌધરી તેમજ જુનિઅર ઇજનેર વી એ હદવાણી સહિત અન્ય કર્મચારીઓ અને એક્ષ આર્મી મેન સુરુભા વાળા ઉપસ્થિતિ રહ્યા હતા.દરેકે રાષ્ટ્રગીત ગાય તીરંગાને સલામી આપી સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી કરી હતી.તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીરગતિ પ્રાપ્ત થયેલ જવાનો યાદ કરી સલામી આપી ભારત માતા કી જય ના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિ મય થઈ ગયુ હતુ.આ પર્વ નિમિતે પાનેલી સબસ્ટેશન ના અધિકારી ઓએ કર્મચારીઓ ને સંબોધન કરતા જણાવ્યું આપણે સ્વાતંત્ર્ય સેનાની ઓએ આપેલા બલિદાન અને મહાન દેશ ભક્તો ને ક્યારે ભૂલવા ન જોઈએ.દરેક વ્યકિત એ રાષ્ટ્રના વિકાસ માં કાર્ય કરી રાષ્ટ્ર ના નિમાર્ણ માં પોતાનું યોગદાન આપવું જોઈએ.
આમ ખુબજ હર્ષ ઉલાસ સાથે ઉત્સવ ની જેમ ૭૭ મો સ્વતંત્રતા દિવસ ઉજવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button