गुजरात

ભચાઉ પોલીસ સ્ટેશનના પી. આઇ એ. બી.પટેલ પાચ લાખ ની લાંચ લેતાં રંગે હાથે પકડાયા

પૂર્વ કચ્છ

ભચાઉ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

એ.સી.બી. સફળ ટ્રેપ કેસ
ફરીયાદી :-
એક જાગૃત નાગરીક.

આરોપીઓ :-
(૧) એ.બી.પટેલ પોલીસ ઈન્સપેકટર.
ભચાઉ પોલીસ સ્ટેશન , વર્ગ-૨
(૨) સરતાનભાઈ કરમણભાઈ કણોલ અ.હે.કો ,પીઆઈરાઈટર વર્ગ-૩
ભચાઉ પોલીસ સ્ટેશન.
જી પૂર્વ કચ્છ.

લાંચની માંગણીની રકમ :-
રૂા. ૫,૦૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલી રકમ :-
રૂા. ૫,૦૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :-
રૂા. ૫,૦૦,૦૦૦/-

ગુનાની તારીખ :-
તા. ૨૦/૦૭/ર૦ર૩

ટ્રેપનું સ્થળ :-
ભચાઉ પોલીસ સ્ટેશન , ભચાઉ ઓવરબ્રીજ પાસે,જી.કચ્છ પૂર્વ.

ટુંક વિગત :-
આ કામનાં ફરિયાદીએ ખાનગી વ્યકતીઓ પાસેથી નાણા વ્યાજે લીઘેલ જે બાદ વ્યાજ ની ઉઘરાણી માટે ખાનગી વ્યકતીઓ તરફથી હેરાનગતી અને કનડગત રહેતી હોય તેમની વિરુદ્ધ આ કામના ફરિયાદીએ વ્યાજખોરી વિરુદ્ધ ની ઝુંબેશ અન્વયે ફરિયાદ આપવા ભચાઉ પોલીસ સ્ટેશન ના પો.ઈન્સ નાઓનો સંપર્ક કરેલ . જે બાબતે આ કામના આરોપી નં(૧) પો.ઈન્સ નાઓએ ફરિયાદી ની ફરિયાદ દાખલ કરવા માટે ૫,૦૦,૦૦૦/- ની લાંચ અવેજ પેટે માંગેલ જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરતા ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી લાંચ ના નાણા પોતાના રાઈટર આરોપી નં(૨) નાઓને આપવાનું કહેતા આરોપી નં(૨) નાઓએ લાંચ ના નાણા રૂા.૫,૦૦,૦૦૦/- સ્વીકારી એકબીજાની મદદગારી કરી સ્થળ પર થી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

નોંધ :-
આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી
આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપીંગ અધિકારીશ્રી :-
શ્રી વી.એસ.વાઘેલા
પો.ઇન્સ. એ.સી.બી. ગાંઘીઘામ કચ્છ પૂર્વ.

સુપરવીઝન અધિકારીશ્રી :-
શ્રી કે.એચ.ગોહીલ,
મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ

Related Articles

Back to top button