गुजरात

દહેગામ ઔડા ગાર્ડનમાંથી બાઇક ચોરી કરનાર બાઇક ચોર ઝડપાયો

પાર્કિંગ માંથી ચોરી વેચવા જતાં ઝડપાયો.

દહેગામ

આર.જે. રાઠોડ.          

દહેગામ સાતગરનારા વિસ્તારમાં આવેલા ઔડા ગાર્ડનમાં પાર્કીમ મુકેલ એક યામાહા કંપનીનું આર વન ફાઇવ મોટરસાયકલ નં. જી.જે. ૨૭. ડી. વાય. ૫૮૫૬ કિંમત રૂપિયા ર.ર૦.૦૦૦. ચોરી થયેલ છે. બાબતે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ બાબતે ઇ.પી.કો. કલમ ૩૭૯. મુજબ ફરિયાદ નોંધાવવામાં આવતાં દહેગામ પોલીસ ઇન્સ્પેકટર વી.બી રહેવર. અને સર્વેલન્સ ટીમના હેડ. કોન્સ. ભદ્રેશકુમાર. વિજયસિંહ. કોન્સ. અજયસિંહ સહિતના ખાનગીરાહે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન ઉપરોક્ત ચોરી કરનાર બાઇક લઇને હરખજીનાં મુવાડા ગામ તરફથી આવતો હોવાની બાતમી મળતાં પોલીસ રામજીના છાપરા પાસે વોચમાં હતી. તે દરમ્યાન હરખજીનાં મુવાડા ગામનો આરોપી પ્રહલાદસિંહ ભીમસિંહ ચૌહાણ ઉ. વર્ષ ૨૫. રહે. દોઢવાસ. હરખજીનાં મુવાડા. તા. દહેગામનાં ઇસમને મોટરસાયકલ મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related Articles

Back to top button