गुजरात

ઇન્ડિયન કોસ્ટગાર્ડે પોરબંદરથી 185 કિમી દુર અરબ સાગરમાં એક જહાજમાં 22 લોકોનું રેસ્ક્યૂ કરી બચાવ્યા

ઇન્ડિયન કોસ્ટગાર્ડે ગુજરાતમાં પોરબંદરથી 185 કિમી દુર અરબ સાગરમાં એક જહાજમાં 22 જેટલા લોકોને રેસ્ક્યૂ ઓપરેશન કરીને બચાવ્યા હતા. ICG ના અધિકારીઓ અનુસાર, 6 જુલાઇના રોજ સવારે 8 વાગ્યે ચેતવણી મળ્યા બાદ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. રેસ્ક્યૂ કરાયેલા લોકોને પોરબંદર પોર્ટ પર લાવવામાં આવ્યા છે. પોરબંદરના પશ્ચિમ દરિયાકાંઠે સફર કરી રહેલા જહાજના ક્રૂ મેંબરે કોસ્ટગાર્ડને પૂરની તકલીફનો કોલ કર્યો હતો. તકલીફનો ચેતવણી કોલ મળ્યા બાદ કોસ્ટ ગાર્ડ તરત ઘટનાસ્થળે પહોંચ્યું અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ જહાજમાં જેમાં 22 ક્રૂ સાથે 6000 ટન સામાન હતો. નવા જ કમિશન થયેલા એડવાંસ્ડ ધ્રુવ હેલિકોપ્ટરને તૈનાત કર્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા 22 લોકોમાંથી 20 ભારતીય, એક પાકિસ્તાની અને એક શ્રીલંકન નાગરીક છે.

Related Articles

Back to top button