गुजरात
સર્વ શિક્ષા અભિયાનના લાંચીયાં ઈજનેર નિપુણ ચોક્સી પાસેથી રૂ. 2.27 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરાઇ
ગાંધીનગરમાં ક્લાસ-2 અધિકારી પાસેથી સવા બે કરોડ રોકડા મળ્યાં

ગાંધીનગર
રિપોર્ટર – અનિલ મકવાણા
ગાંધીનગરની બેંકોના લોકરોમાં થી રૂ. 2.27 કરોડની રોકડ તેમજ અન્ય એક લોકરમાંથી રૂ.10 લાખના દાગીના મળ્યા
ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં રૂ. 1.21 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા સ્ટેટ ઈજનેર નિપુણ ચોક્સીનાં રિમાન્ડ દરમિયાન તેનાં ગાંધીનગર વિવિધ બેંકોનાં લોકરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના તથા બે બેન્ક લોકરમાંથી રૂ. 2.27 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરી એસીબીની ટીમે સપાટો બોલાવી દીધો છે.