નુપુર શર્મા વિવાદ બાદભારત સામે સાયબર વોર જ છેડાયું
નુપુર શર્મા દ્વારા પયંગબર વિરૂદ્ધ કરવામાં આવેલ ટિપ્પણીનું નુકશાન સમગ્ર દેશને ભોગવવું પડી રહ્યું છે. નુપુર શર્મા વિવાદ ભારત પર સાયબર હુમલા નથી વધી પરંતુ એક રીતે કહીએ તો ભારત સામે સાયબર વોર જ છેડાયું છે કારણકે દેશની 2000થી વધુ વેબસાઈટો પણ હુમલા થયા છે અને આ હેક થયેલ વેબસાઈટોમાં દેશની અનેક સરકારી અને અન્ય ટોચની વેબસાઈટો શામેલ હોવાનું એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે.રિપોર્ટ અનુસાર નુપુર શર્માની ટિપ્પણી વિરુદ્ધ મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકરોએ ભારતને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર રચ્યું છે. ક્રાઈબ બ્રાંચે આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ બંને દેશોના સાયબર ગ્રુપે દુનિયાભરના મુસ્લિમ હૈકર્સને પણ અપીલ કરી હતી કે તેઓ ભારત પર સાયબર અટેક શરૂ કરે. આ હેકર્સના ગૃપોએ 2000થી વધુની વેબસાઇટને ટાર્ગેટ કરી લીધી છે.હેકર્સોના ગ્રુપે કરેલ હુમલામાં ભારતની ટોચની વેબસાઈટોમાંથી અનેક લોકો અને અનેક સરકારી અધિકારીઓ અને સરકારી યોજનાના મહત્વના દસ્તાવેજો લીક થયા હોવાનું માલૂમ પડ્યું છે. આ સમગ્ર મામલો શોધી કાઢવાનો શ્રેય અમદાવાદ ક્રાંઈમ બ્રાંચને ફાળે જાય છે.