गुजरात

ગુજરાત પોલીસના ગ્રેડ પે પર જાણો રાજ્ય સરકારે શું કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાત પોલીસના ગ્રેડ પે પર રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે સરકાર દ્વારા પોલીસ વિભાગ માટે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઈને ત્વરિત ધોરણે સમિતિની રચના કરાઈ હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠકોનું આયોજન થયુ હતુ.
પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે રૂ. 550 કરોડનુ ભંડોળ મંજૂર કરવામાં આવ્યુ છે. કમિટીએ જરૂરી ફેરફારનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. જેને પગલે મોંઘવારી ભથ્થા, એલાઉન્સમાં વધારાની માગ પૂરી થાય તે માટે રૂ.550 કરોડના ભંડોળને મંજૂરી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના ગુજરાત પ્રવાસમાં જાહેરાત કરી હતી કે AAPની સરકાર આવશે તો પોલીસના પગાર અંગે ચોક્કસ વિચાર કરશે.

Related Articles

Back to top button