गुजरात

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ AAPએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના અનુસંધાને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. મહિનાની શરૂઆતમાં જ આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી માટે બ્યુગલ ફૂંકી દીધું હતું અને ભાજપ-કોંગ્રેસની પહેલા જ 10 ઉમેદવારોની યાદી બહાર પાડીને ગુજરાતમાં સત્તા હાંસલ કરવા માટેની પોતાની અડગતા પુરવાર કરી હતી.9 ચહેરાઓને મળ્યું સ્થાનઃ1. રાજુ કરપડા, ચોટીલા, 2. પિયૂષ પરમાર, માંગરોળ (જૂનાગઢ), 3. કરસનભાઈ કરમૂળ, જામનગર ઉત્તર, 4. નિમિષા ખૂંટ, ગોંડલ, 5. પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર, ચોર્યાસી (સુરત),6. વિક્રમ સોરાણી, વાંકાનેર,7. ભરત વખાલા, દેવગઢ બારિયા,8. જેજે મેવાડા, અસારવા,9. વિપુલ સખિયા, ધોરાજી..ઉમેદવારો ચૂંટણી માટે પૂરતી તૈયારીઓ કરી શકે તે માટે આમ આદમી પાર્ટીએ વહેલાં જ ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની 4, મધ્ય ગુજરાતની 2, ઉત્તર ગુજરાતની 3 અને દક્ષિણ ગુજરાતની 1 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે વધુ 9 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ કુલ 19 ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે.

Related Articles

Back to top button