गुजरात

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી, જાણો ક્યાં અપાઈ ટ્રાન્સફર

રાજકોટ શહેર પોલીસ માટે અને રાજકોટવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના વિવાદિત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ની બદલી કરવામાં આવી છે. રાજકોટના પોલીસ કમિશનરની બદલી તોળાઈ રહી હતી ત્યારે આજે રાજ્યના ગૃહવિભાગ દ્વારા મનોજર અગ્રવાલને જૂનાગઢ પોલીસ તાલિમ અકાદમીના આચાર્ય તરીકે ખાલી પડેલી જગ્યાએ બદલી આપવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ રાજકોટમાંથી પોલીસ કમિશનર તરીકે આઈપીએસ મનોજ અગ્રવાલની બદલીના ગાંધીનગરથી આદેશો છોડવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ સાથે જ રાજકોટ શહેરને નવા પોલીસ કમિશનર ન મળે ત્યાં સુધી રાજકોટ શહેરના એડમિન ક્રાઇમ અને ટ્રાફિક વિભાગના સ્પેશિયલ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. નવા પોલીસ કમિશનરની નિમણૂક ન થાય ત્યાં સુધી આઈપીએસ અહેમદ રાજકોટના સીપીનો ચાર્જ સંભાળશે.

વિવાદ શું હતો

રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર રાજકોટના ઉદ્યોગપતિ પાસેથી 75 લાખ રૂપિયા જેવી માતબર રકમની કટકી કર્યાનો સનસનીખેજ આરોપ લાગ્યો હતો. આ અંગે ઉદ્યોગપતિએ કરેલી ફરિયાદને આધાર બનાવી અને રાજકોટના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખતા મોટો વિવાદ સર્જાયો હતો. આ અંગે ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ વડાને તપાસ સોંપવામાં આવી હતી.

Related Articles

Back to top button