खास रिपोर्टगुजरातराजस्थान

દહેગામમાં અનુસુચિતજાતિ દ્વારા ઝાલોર જિલ્લામાં હત્યાકાંડના વિરોધમાં મૌન રેલી યોજવામાં આવી.

હત્યારાઓને ફાંસી આપવાની ઉગ્ર રજૂઆત કરાઇ હતી.

દહેગામ

આર.જે. રાઠોડ. 

દહેગામ શહેરના અનુસુચિતજાતિના આગેવાનો દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. કે આઝાદીનાં ૭૫. વર્ષે અમૃત મહોત્સવ ઉજવણી કરાઇ તેજ દિવસે અનુસુચિતજાતિના માસુમ બાળકની ઢોર માર પીટ કરી માસૂમની શિક્ષકે હત્યા કરી નાખી હતી.

રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં આવેલા સુરાણા ગામના ધો. ૩. માં ભણતા ૯. વર્ષના અનુસુચિતજાતિના માસુમ ઇન્દ્ર મેઘવાળ ને શાળામાં શિક્ષક સંચાલક માટે અલગ મુકેલા પાણીના માટલામાંથી પાણી પીતા શિક્ષકે માસૂમને અમાનવીય ઢોર માર મારતાં તેનું મોત નિપજતાં આ મામલે દહેગામ વણકરવાસ માંથી મૌન રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં સમાજના આગેવાનો અને યુવાનો જોડાયેલા માધવદાસ પાટીલ. હિતેશભાઇ રાઠોડ. રમણલાલ રાઠોડ. નરેશભાઇ રાઠોડ. અશ્વિનભાઇ મકવાણા. કૌશિકભાઇ પરમાર. અશ્વિનભાઇ જાદવ. પરસોત્તમ રાઠોડ. વાલ્મિકીવાસના ભાનુંભાઇ સોલંકી. તથા અન્ય. સાતગરનારા વિસ્તારનાં ધનજીભાઇ વાઘેલા. ભાનુભાઇ વાઘેલા. દિપકભાઇ વાઘેલા. અનિલભાઇ મકવાણા. દિલીપ મકવાણા. સહિતના આગેવાનો ઝાલોર જિલ્લામાં અનુસુચિતજાતિ સમાજના માસૂમ બાળકને અમાનવીય રીતે ઢોર મારપીટ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભારતીય સંવિધાનના પ્રણેતાની પ્રતિમાનાં પટાંગણમાં સભાનાં રૂપમાં શ્રધ્ધાંજલિ આપી બે મિનિટ મૌન પાળી સમાજના આગેવાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યારબાદ રેલી કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button