गुजरात

ભુજ મધ્યે સાંસદ વિનોદ ચાવડા પ્રેરીત સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા છાત્રાલય ના લોકાર્પણ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ વિશે હિન પ્રકારની ટિપ્પણી કરનાર યોગેશ બોક્સાની ધરપકડ બાબતે ગૃહ મંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ

રાપર કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

૧૪/૫/૨૦૨૨ ના રોજ ભુજ મધ્યે સાંસદ વિનોદ ચાવડા પ્રેરીત સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા છાત્રાલય ના લોકાર્પણ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ વિશે હિન પ્રકારની માનસિકતા ધરાવતા યોગેશ બોક્સા ( ગઢવી ) દ્વારા જાહેર મંચ તેમજ અનુસુચિત જાતિના સાંસદ, ધારાસભ્ય તેમજ દર્જનો આગેવાનોની હાજરીમાં સમગ્ર અનુસુચિત જાતિને જાતિ અપમાનિત કરતી ધુત્કારજનક ટીપ્પણી કરવામાં આવેલ જેમા સમગ્ર અનુસુચિત જાતિના લોકોની લાગણી દુભાતા બનાવ સંદર્ભે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે આરોપી યોગેશ બોક્સા ( ગઢવી ) વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે આ બનાવને એક મહિના ઉપર થવા છતાં આજ દિન સુધી પોલીસ આરોપીને છાવરી રહી છે જેના લીધે સમાજમાં રોષ વ્યાપી રહ્યો છે તેમજ આ બનાવમાં પોલીસની ભુમિકા પણ સંકાસ્પદ જણા‌ઈ રહી છે, જેથી આવા જાતિવાદી તત્વોને ખુદ પોલીસ દ્વારા સંરક્ષણ મળી રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે જેના કારણે આજ દિન સુધીઆ જાતિવાદી માનસિકતા ધરાવનાર વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી જો આવા જાતિવાદી તત્વોને આવી રીતે છાવરવામાં આવશે તો અનુસુચિત જાતિના લોકો ઉપર કોઈ પણ જાતિવાદી ટીપ્પણી કરતા અચકાશે નહીં જેથી આવુ ન થાય એના માટે તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરી કાયદાનું ભાન કરવામાં આવે અને આરોપીને આજ દિન સુધી સંરક્ષણ આપનાર અધિકારીઓ ઉપર પણ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી લોકોનો કાયદા પર ભરોસો કાયમ રહે

જો તાત્કાલિક ધોરણે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ટુંક સમયમા સમસ્ત અનુસુચિત જાતિના લોકો દ્વારા રોડ રસ્તાઓ પર ઉતરી જલદ આંદોલન કરાશે તેમજ જરૂર પડે કચ્છમા પ્રવેશ કરતા સામખીયારી તેમજ આડેસર નેશનલ હાઇવે પર ચકકાજામ કરવામાં આવશે જેમા તમામ નુકશાન ની જવાબદારી સરકારશ્રી ની રહેશે તેવું અશોકભાઈ રાઠોડ દ્વારા જણાવાયું હતું

Related Articles

Back to top button