गुजरात

દાંતા તાલુકાના બળવંતપુરા ગામેં ગામ કૂવો બન્યો ગંદકીનું સામ્રાજ્ય..

બળવંતપુરા ગામમાં સ્વચ્છતા ના નામે ધજાગરા જોવા મળ્યા

દાંતા

રિપોર્ટર – લક્ષમણ ઝાલા

બળવંતપુરા ગામમાં સ્વચ્છત ગુજરાતના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા બળવંતપુરા ગામે ગામ કુવાની આજુબાજુ ગંદકીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે વાત કરવામાં આવે તો પૂજપુર ગ્રામ પંચાયતની અંદર આવતા બળવંતપુરા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું બળવંતપુરા ગામે આવેલા ગામ કુવાની આજુબાજુના કાદવ કિચડના ખાડા ભરેલા અને મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી હતી વારંવાર રજૂઆતો કરવા છતાંય કોઈજ સાંભળતું નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું વધુ માં ગામ લોકો એ જણાવ્યું હતું કે પંચાયતની અંદર લોકો દ્વારા મૌખિક રજુઆત કરવામાં આવી હતી પણ ગ્રામ પંચાયત દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું વધુમાં જણાવાનું કે બળવંતપુરા ગામે જે ટાંકુ બનાવવામાં આવેલું છે તે આશરે 20 વર્ષ ઉપર થઈ ગયેલ હોય છે અને અત્યારે તે ટાંકુ પણ ઝરઝરી હાલતમાં જોવા મળ્યું હતું જે ટાંકાની અંદર પાણી ભરવામાં આવે છે તે ટાંકા ની કોઈ દિવસ સફાઈ કરવામાં આવતી નથી ગામ કૂવાની અંદરની સાઈડમાં જોતા મોટા પ્રમાણમાં ગંદકીનો સામ્રાજય જોવા મળ્યો હતો અને તેની અંદર ચપ્પલ પાલસ્ટિકની થેલીઓ જેવા અનેક કચરોઓ પણ અંદર જોવા મળ્યો હતો અને કુવાની આજુબાજુ કાદવ કીચડ ના નાના મોટા ખાડા ભરેલા જોવા મળ્યા હતા તેથી ગામ જાગૃત લોકો દ્વારા પુંજપુર ગ્રામ પંચાયતમાં અનેકવાર મૌખિક જાણ કરવા છતાં કોઈ એક્શન ન લેવાતા ગામ લોકોએ ભેગા થઈને મીડિયામાં રજુઆત કરવામાં આવી હતી ત્યારે મીડિયાના કર્મીઓએ તપાસ કરતા ખરેખર ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી હતી અને ટાંકી પણ ઝરઝરી હાલમાં જોવા મળી હતી અને કોઈ દિવસ સફાઈ ના કરવામાં આવી હોય તેવી હાલતમાં જોવા મળી હતી અને મોટર ચાલુ કરવાનું બોડ પણ વેરવિખેર હાલતમાં જોવા મળ્યું હતું હવે મીડિયામાં પ્રકાશિત થતા તાલુકાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘોર નિદ્રામાં થી જાગેશે સુ આના વિશે ઠોસ તપાસ કરશે સુ આ સમસ્યા દૂર કરશે કે પછી એની ફાઇલો બનાવી માળીએ ચડાવી દેશે તેવી અનેક તર્કવિતર્ક ચર્ચાઓ લોકોના મુખે સાંભળવા મળી હતી હવે જોવાનું રહ્યું કે આના પર તંત્ર સુ એક્શન લે છે ….

Related Articles

Back to top button