गुजरात

Fake Doctor: માતાના ગર્ભમાં જ બાળકીઓની હત્યાની માહિતીથી તંત્રએ તપાસ હાથ ધરી, ડીગ્રી વગરની બે મહિલા તબીબોનો પર્દાફાશ

સરકાર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન જોરશોરથી ચલાવી રહી છે પરંતુ બીજી તરફ સુરત (Surat news)ની કેટલીક હોસ્પિટલોમાં કૂખમાં જ પુત્રીઓની હત્યાની Fetal testing ફરિયાદ SMC ને મળતાની સાથે જ મહાનગર પાલિકાના આરોગ્ય કર્મી અને અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને બે મહિલા તબીબોને દબોચી પોલીસના હવાલે કર્યા હતા. ગર્ભ પરીક્ષણથી લઇને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરીને તેને કચરામાં ફેંકવાનું અમાનવીય કૃત્ય થતું હોવાની ફરીયાદ ઉઠી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જલારામ ક્લિનિક, લવલી ક્લિનિકમાં ગર્ભપરિક્ષણ થતું હોવાની ફિરયાદો ઉઠી હતી ત્યારે પાલિકા દ્વારા મોડે મોડે દરોડા પાડી પર્દાફાશ કર્યો છે.

મળતી માહિતી મુજબ માતા-પિતાની મિલીભગતથી ગર્ભ પરીક્ષણથી લઇને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરી તેને કચરામાં ફેંકવાનું અમાનવીય કૃત્ય ચાલી રહ્યું હોવાની માહિતી SMC જે મળતાની સાથે જ મનપા તંત્ર દોડતું થઈ ગયું હતું,લિંગ પરીક્ષણ, ગર્ભપાત અને પુત્રીઓની હત્યા કરીને ફેંકવા માટે અલગ અલગ રેટ્સ રાખવામાં આવ્યા હતા. એવી માહિતી પણ મળી હતી કે એક હોસ્પિટલમાં એક ટીમ પણ કામ કરે છે, જે પુત્રીઓને ના રાખવા માંગતા ભાવિ માતા-પિતાનો સંપર્ક કરીને સોદો કરે છે. ડૉક્ટરના એજન્ટો પણ કમિશન લઇને આ ગોરખધંધામાં સંડોવાયેલા છે. એજન્ટો પુત્રી ના ઇચ્છતા અને ગર્ભ પરીક્ષણ કરાવવા માંગતા લોકોને શોધે છે. એજન્ટો મોટા ભાગે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ કરે છે.

Related Articles

Back to top button