गुजरात

કોંગ્રેસ શાસિત રાજ્યમા યુરોપ જેવું શિક્ષણ, ભાજપ-આપ માત્ર માર્કેટિંગ કરે છે: રઘુ શર્મા

અમદાવાદ: વિધાનસભા 2022ની (Gujarat Election 2022) ચૂંટણી પહેલા તમામ પક્ષે કમર કસી લીધી છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બીજી બાજુ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ટૂંક સમયમાં ગુજરાતમાં રોડ શો કરશે. ત્યારે કોંગ્રેસે પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની શરૂઆત કરી છે. પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress) ખાતે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, નેતા વિપક્ષ સુખરામ રાઠવા અને પ્રમુખ જગદીશ ઠાકોર હાજર રહ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, શુક્રવારે આદિવાસી સંમેલન યોજાશે. જેમા સત્યગ્રહ છાવણી ગાંધીનગર ખાતે આદિવાસી સમાજની મહા રેલી યોજાશે. કોંગ્રેસના આદિવાસી નેતાઓ અનેક મુદ્દે સતત રજૂઆત કરતા આવ્યા છે. પરંતુ સરકાર કોઈ પ્રશ્ન સાંભળતી નથી. ખેડવાની જમીનના પટ્ટા નથી અપાયા આદિવાસી સમાજને ખતમ કરવાનું કાવતરું છે. બીજી બાજુ યુવાનોને નોકરી નથી મળતી.મોટા પ્રોજેક્ટના નામે આદિવાસીઓની જમીન અને ઘર લઇ લીધા. જેને ધંધો નથી, સરકાર ભણાવતી પણ નથી આ કારણોસર આદિવાસી વ્યસન તરફ વળ્યા છે.

સંમેલન પહેલા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મોટા આરોપ લગાવતા જણાવ્યું કે, પ્રદર્શન કરે આંદોલન કરે ભૂખ હડતાલ કરે.મેં કોઈ રાજ્યમાં નથી જોયું પરમિશનના નામે અવાજ દબાવામાં આવે. પ્રદર્શનના અલગ અલગ રીતો હોય.મનપામાં વિરોધ કરે તો પોલીસ કોઈ વાતે કેસ કરવાનું કહે છે.આંદોલન તો થાય જ કારણકે લોકોને તકલીફ છે. આંદોલન પછી પણ નથી સમજતી તો આંદોલન કરીશું. જે લકઝરી બસ અને વાહનોથી દક્ષિણ ગુજરાતથી જે સમાજના લોકો આવના હતા. તે બસના માલિકોને પકડી ને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા છે.

તંત્ર દ્વારા ધાક ધમકીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી આવવાના હતા ત્યારે હજારો કોંગ્રેસના કાર્યકરો નજરકેદ હતા.એવાં તો શું ધંધા કર્યા છે કે, અમને નજર કેદ કરવામાં આવે છે. જેટલી એસઆરપી પોલીસ કે ફોર્સ ઉતારવી હોય કરી દેજો, પણ શુક્રવારે રેલી થશે થશે અને થશે જ.જે કરવું હોય તે કરજો મારી નાખવા હોય તો મારી નાંખજો..લાઠી ચાર્જ કરવો હોય તો કરજો પણ રેલી થશે જ.  વલસાડ ડાંગ તાપી ધરમપુર સુરત ની બસો ના માલિકોને પોલીસ સ્ટેશનમાં બોલાવી  બેસાડી દીધા છે.

Related Articles

Back to top button