गुजरात

અમદાવાદમાં કાશ્મીર ફાઇલ્સ સમર્થનમાં ફૂડ કોર્ટ દ્વારા કરવામાં આવી અનોખી પહેલ

હાલમાં ચાલી રહેલી કાશ્મીર ફાઇલ્સ મુવીને લોકો દ્વારા અનોખો સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં શાસ્ત્રીનગર ખાતે આવેલા શ્રીજી ચાઇવાલે ફૂડ કોર્ટ દ્વારા ધ કાશ્મીર ફાઇલ્સ મુવીને સપોર્ટ કરવા અનોખી સ્કીમ રાખવામાં આવી છે. આ સ્કીમમાં જે કોઈ લોકો કાશ્મીર ફાઇલ્સ મુવી  જોઈને અહીં આવે અને તેઓ પોતાની મુવી ટિકિટ (Ticket) અહીં બતાવે તે લોકોને શ્રીજી ચાઇવાલે તરફથી નિ:શુલ્ક પણે 1 કપ ચા અને 1 પ્લેટ ગાંઠિયાની આપવામાં આવે છે.

લોકોમાં જાગૃકતા લાવવાનો અને કર મુક્ત નિર્ણયને આવકારવા માટેનો અભિગમ

આની પાછળનો ઉદ્દેશ મુવીમાં બતાવાયેલી સત્ય હકીકતને લોકો સમક્ષ રજુ કરીને લોકોમાં જાગૃકતા લાવવાનો અને સરકાર દ્વારા લેવાયેલા કર મુક્ત (Tax free) નિર્ણયને આવકારવા માટેનો છે. આ સ્કીમ ફક્ત અમદાવાદમાં જ નહિ પરંતુ તેમની અન્ય શાખાઓમાં એટલે કે શાસ્ત્રીનગર, કલોલ, અને RTO ખાતે આવેલી ત્રણ જેટલી બ્રાન્ચોમાં (Branch) પણ આ ઓફર રાખવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા કરાયેલા સમર્થનથી લોકોમાં ઉત્સાહ ખુબ વધી રહ્યો છે. આ માટે ઘણા રાજ્યોએ (States) આ મુવીને કર મુક્ત જાહેર કરાઈ છે. ત્યારે સરકારના આ નિર્ણયને સમર્થન આપવા જુદી જુદી જગ્યાએથી લોકો અવનવી સ્કીમ (Skim) રાખી આ મુવી દ્વારા વધુમાં વધુ લોકોમાં જાગરૂકતા લાવવા માટે ખુબ અનોખો સપોર્ટ કરી રહ્યા છે.

Related Articles

Back to top button