गुजरात

યૂક્રેનથી વધુ 27 ગુજરાતી વિદ્યાર્થીઓ સહીસલામત પરત આવ્યા, CM પટેલ અને જીતુ વાઘાણીએ કર્યું સ્વાગત

ગાંધીનગર: યૂક્રેનથી (Russia Ukraine) ઓપરેશન ગંગા હેઠળ ચોથી ફ્લાઇટમાં 194 ભારતીયોને લાવવામા આવ્યા હતા. જે પૈકીના 27 ગુજરાતી વિદ્યાર્થીઓ (students from Ukraine) આજે સવારે ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓને દિલ્હીથી ખાસ બસમાં આજે ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓને આવકાર્યા છે. આ સાથે વિદ્યાર્થીઓ સર્કિટ હાઉસ આવતા જ તેમના ખબર અંતર પૂછી દરેકને તેમના ઘરે મોકલવામાં આવશે.

Related Articles

Back to top button