गुजरात

શાળામાં ઘુસેલ યવાન દ્વારા સગીરાનો બળજબરીથી બર્થ ડે મનાવ્યો ” બાબતે મીડીયામાં પ્રસિધ્ધ થયેલ બનાવ બાબતે ભોગબનનારના વાલીને રૂબરૂ મળી હકીકતના આધારે ગુનો દાખલ કરી તાત્કાલીક આરોપીને રાઉન્ડપ કરતી રાપર પોલીસ

રાપર. કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

મ્હે . પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જીલ્લામાં શાળા – કોલેજોમાં વિધાર્થી / વિધાર્થીનીઓને હેરાન – પરેશાન કરતા અસાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જાણાવેલ હોઈ તેમજ તા .૨૩ / ૦૨ / ૨૦૨૨ ના રોજ મીડીયામાં પ્રસિધ્ધ થયેલ કે “ રાપરની શાળામાં ઘુસેલ યવાન દ્વારા સગીરાનો બળજબરીથી બર્થ ડે મનાવ્યો ” જે અન્વયે ભોગબનનારના વાલીને રૂબરૂ મળી હકીકત જાણી હકીકતના આધારે રાપર પોલીસ દ્વારા તાત્કાલીક રાપર પો.સ્ટે . ૧૧૯૯૩૦૧૦૨૨૦૦૫૮/૨૦૨૨ આઈ.પી.સી.કલમ ૩૫૪ ( અ ) , ૫૦૬ ( ૨ ) તથા પોક્સો એક્ટની કલમ -૧૨ મુજબ ગુનો દાખલ કરી તાત્કાલીક આરોપીને રાઉન્ડપ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે .

આરોપીનુ નામઃ

રહીમ હનીફ શેખ રહે.સમાવાસ , રાપર તા.રાપર જીકચ્છ .

કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારીઃ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એમ.એન.રાણા , પો.સબ. ઈન્સ . શ્રી વી.એલ.પરમાર તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોક્ત કામગીરી કરવામાં આવેલ

Related Articles

Back to top button