गुजरात

ડોક્ટરોની હડતાળ સમાપ્ત: અમદાવાદ સોલા સિવિલના દર્દીઓ હવે અસારવા સિવિલ શિફ્ટ થશે

અમદાવાદના અસારવા સિવિલમાં હડતાળ સમેટાઇ ગઇ છે. જેના કારણે અમદાવાદની સોલા સિવિલમાં દર્દીઓનો અચાનક વધારો થઇ ગયો છે તેની પાછળનું કારણ છે છેલ્લા અઠવાડિયાથી ચાલતી હડતાલ. અમદાવાદમાં મફત સારવાર આપતી સોલા સિવિલ હોસ્પિટલમાં હડતાળના મંગળવારે, 5મા દિવસે પણ મોટી સંખ્યામાં દર્દીઓ જોવા મળ્યા હતા. આ અંગે વાતચીત કરતા સોલા સિવિલ ના આરએમઓ પ્રદીપ પટેલે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં હડતાળને પગલે સોલા સિવિલમાં દર્દીઓ વધ્યા છે. છેલ્લા ચાર દિવસથી રોજનાં 100થી 150 દર્દીઓનો વધારો થયો છે. એટલું જ નહિ ઇન્ડોર દર્દી એટલે દાખલ થવા વાળા દર્દીઓનો પણ વધારો થયો છે.

ઓપરેશનવાળા દર્દીઓ આવી રહ્યા છે તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ જેમને સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર છે અને જેને અસારવા સિવિલ રીફર કરવા પડે એમ છે એ તમામ દર્દીઓને હાલ અન્ડર ઓબસર્વેશન રાખવામાં આવ્યા છે. આ સાથે જ જલદી ઓપરેશન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં હડતાલ છે તેમ કહીને દર્દીઓને પાછળ ધકેલાય છે તેવી વાત પણ સામે આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિનું આતરડું બહાર આવી ગયું હોવાની પણ માહિતી સામે આવી હતી. દર્દી હોસ્પિટલમાં ટાંકા તોડાવવા આવ્યો હતો ત્યારે હડતાલને કારણે દર્દીને હાંકી કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં 50% ઓપરેશન રદ થયા છે. જ્યારે હડતાળ સમેટાતાં દર્દીઓએ હાશકારો અનુભવ્યો હતો.

Related Articles

Back to top button