गुजरात

ધો. 12ના વિધાર્થીની 2 માર્ચે પ્રેક્ટિકલ પરીક્ષા: જાણો વિદ્યાર્થી કેવી રીતે મેળવી શકશે હોલ ટિકિટ

અમદાવાદ: રાજ્યભરમાં દોઢ લાખ જેટલા વિધાર્થીઓ ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપતા હોય છે આ વિધાર્થીઓની આગામી 2 માર્ચે પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે જેની વિગતો બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે. આ ઉપરાંત વિધાર્થીઓ કેવી રીતે પ્રેક્ટિકલ પરીક્ષા માટે હોલ ટિકિટ મેળવવી તેની પણ વિગતો બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાય તે પહેલાં ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષા 2 માર્ચથી શરૂ થઈ રહી છે.

ત્યારે બોર્ડ દ્વારા વિધાર્થીઓની હોલ ટિકિટ અંગેની વિગતો જાહેર કરી છે. આ સાથે શાળાઓને કેટલીક સુચનાઓ પણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. ગત વર્ષે કોરોનાના કારણે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરી માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે કોરોના કાળ બાદ આ ધોરણ 12ના વિધાર્થીઓ માટે આ બોર્ડ દ્વારા લેવાઈ રહેલ પહેલી પરીક્ષા છે. ત્યારે કોઈપણ પ્રકારની ખામી ન રહી જાય તેની તકેદારી બોર્ડ રાખી રહ્યું છે. વિગતો જાહેર કરાઈ છે તે મુજબ બોર્ડની વેબસાઇટ sciprac.gsebit.in અથવા gsebht.in અથવા gseb , org પર હોલ ટિકિટ અંગેની વિગતો મુકવામાં આવી છે.

Related Articles

Back to top button