गुजरात

Valsad : ગુજરાત સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રીક્ષામાં બેસીને પહોંચ્યા રજિસ્ટ્રાર ઓફિસ, મચ્યો હડકંપ

વલસાડઃ ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી રાજેંદ્ર ત્રિવેદી રિક્ષામાં બેસીને આજે વલસાડ રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા હતા. અચાનક રજિસ્ટ્રાર ઓફિસમાં પહોંચતાં હડકંપ મચ્યો. તેમણે દસ્તાવેજ કરાવવા આવેલા લોકોની પણ મુલાકાત કરી હતી. સાથે એ પણ પૂછ્યું કે શું અહીં કોઈએ પૈસા માંગ્યા છે? અધિકારીઓને તાકીદ કરી કે આવનાર લોકોની બેસવાની વ્યવસ્થા ક્યાં છે, શું તમને ટોકન અને ટાઈમ આપવામાં આવ્યો છે. અચાનક મહેસુલ મંત્રીનું પ્રોટોકોલની ગાડીમાંથી ઉતરી રિક્ષામાં જવાનું જોઈને કલેકટરથી લઈને તમામ અધિકારીઓ દોડતા થયા.

રાજેન્દ્ર ત્રિવેદીએ રીક્ષામાં ઉતર્યા પછી જાતે જ રીક્ષાનું ભાડું ચૂકવ્યું હતું. તેમણે રીક્ષા ચાલકને ભાડા પેટે 100 રૂપિયા આપ્યા હતા.

Related Articles

Back to top button