गुजरात
અબડાસા તાલુકાના જગડિયાગામે ભાનુશાલી મહાજન દ્વારા નવા વર્ષની સાદાય થી ઉજવણી કરવામાં આવી હતી
Anil Makwana
અબડાસા
રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી
દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હતી પણ આ વર્ષે કોરોના ની મહામારી ને લીધે સાદાય થી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે સવારના માણસો ઊઠીને એકબીજાના ઘરે જઈ મોઢુ મીઠું કરાવતા હતા અને દેશ-પરદેશથી મોટી સંખ્યામાં ભાનુશાલી સમાજના લોકો પોતાના ગામે આવતા હતા પોતાના દેવસ્થાનોનાં દર્શન કરવા માટે અત્યારે અમુક લોકો પોતાના વતને આવ્યા નથી સવારના ભાનુશાલી સમાજના ભાઇ-બહેનો સાથે મળીને ઢોલ નગારા વાજતે ગાજતે પોતાના સતી માં ના દર્શન કરવા માટે જાય છે
લોકોનું એવું કહેવું છે કે વર્ષના પહેલા દિવસે માતાજીના દર્શન કરવાથી માતાજી આપણી મનોકામના પૂર્ણ કરે છે ત્યાર પછી પ્રસાદી સાથે લઈ અને પોતપોતાના ઘરે જવા છુટા થાય છે
ભાનુશાલી મહાજન આ કાર્યકરો દર વર્ષે મહેનત કરીને આ કાર્યને સફળ બનાવે છે