गुजरात

અમદાવાદ પોલીસના યુવરાજસિંહ અને મહેન્દ્રસિંહની ધરપકડ, કરતા હતા દારુનો ધંધો

અમદાવાદઃ અમદાવાદ ગ્રામ્ય પોલીસની તપાસમાં ખુબજ ચોંકવનારી ઘટના સામે આવી છે ખરેખર ચિંતાજનક છે. પોલીસનું કામ પ્રજાનું રક્ષા અને ગેરકાયદેસર કામ કરતા લોકો ધરપકડ કરી જેલ હવાલે કરવાનું હોય છે અને એજ પોલીસના કેટલાક લોકો દારૂનો ધંધો  કરે તે કેટલું યોગ્ય છે. અમદાવાદ કણભા પોલીસે અમદાવાદ શહેરના 2 પોલીસ કર્મીઓની ધરપકડ કરી છે અને જેમના ઉપર આરોપ છે કે તે લોકો દારૂ મંગાવીને વેંચાણ કરાવતા હતા.

મળતી માહિતી પ્રમાણે આરોપી યુવરાજસિંહ અને મહેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ જે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં અને મહેન્દ્ર સિંહ mt વિભાગમાં નોકરી કરે છે.

મળતી માહિતી પ્રમાણે ગઈ તારીખ 8 jan 2022ના રોજ dg વિજિલન્સ દ્વારા વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં એક ટ્રક પકડી પાડવામાં આવેલ અને જેમાં આશરે 6.5 લાખ નો દારૂ સહિત 14 લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ અને જેમાં તપાસ સ્થાનિક પોલીસ તપાસ કરતા પહેલા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

જેમાં રાજેન્દ્ર સિંહ જાટ અને અમિત જાટની ધરપકડ થઈ હતી અને જેમની તપાસ કરતા અનેક ખુલાસાઓ સામે આવ્યા. તેમની તપાસમાં સામે આવ્યું કે આ દારૂ જસપાલ સિંહ પવાર અને બન્ને પોલીસ કર્મીઓ હરિયાણાથી દારૂ મંગાવેલ અને જે લોકો દારૂ મંગાવીને અમદાવાદમાં અન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ કરતા હતા.

Related Articles

Back to top button