गुजरात

અમદાવાદ : શહેરમાં કોરોના કેસ વધતા સીએમની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, જાણો શું-શું કર્યા નિર્ણયો

અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. ત્યારે સૌથી વધુ અમદાવાદ શહેરમાં કોરોના કેસ નોધાઇ રહ્યા છે. શહેરમાં વધી રહેલા કેસના પગલે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરી સમીક્ષા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક મળી હતી. કમિશનર લોચન સહેરા, પૂર્વ કમિશનર મુકેશ કુમાર સહિત એએસમીના ઉચ્ચ અધિકાર બેઠકમાં હાજર રહ્યા હતા. એએસમી દ્વારા કરવામાં આવેલ કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.

સીએમ સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ કમિશનર લોચન સહેરાએ માહિતી આપતા કહ્યું હતુ કે સીએમ ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. સીએમ સમક્ષ વર્તમાન કોરોના સમયે કરેલ કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. સીએમ દ્વારા અપાયેલ સુચનો ધ્યાનમાં રાખી આગામી સમયમાં કોરોના ગાઇડલાઇન કડકથી પાલન કરવાનું રહેશે. શહેરમાં ટેસ્ટીંગ ડોમ અને ટેસ્ટીગનો વધારો કરવામાં આવશે .હાલ શહેરમાં સરેરાશ દરરોજના 9 હજાર ટેસ્ટ થાય છે તે 15 હજાર સુધી કરવા સુચના અપાઇ છે. આ સાથે ધન્વતંરી રથ ચાલે છે જે 30 હતા તેમાં સરકરા વધુ 30 આપશે.

Related Articles

Back to top button