गुजरात

રાજ્યમાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે અમદાવાદ શહેર માટે આવ્યા ચિંતાના સમાચાર,જાણો

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર કાળો કેર વર્તાવ્યો છે અને દૈનિક કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ સંક્રમણ છે. અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના નવા 265 કેસો નોંધાયા છે. જ્યારે આખા ગુજરાતમાં 548 કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં 1902 કેસ થયા છે. સતત વધી રહેલા કેસ અમદાવાદીઓ માટે ખતરાની ઘંટી છે.

અમદાવાદ શહેરમાં આજે ઓમિક્રોનના 8 કેસ નોંધાયા છે. જેમાં 6 લોકો ઈન્ટરનેશલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે જ્યારે 2 લોકો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. અમદાવાદ કોર્પોરેશનમાં ઓમિક્રોનના કુલ 33 કેસ નોંધાયા છે, જેમાંથી 14 દર્દી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં આજે ઓમિક્રોનના 19 કેસ નોંધાયા

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધતા લોકો ચિંતામાં છે. ગુજરતામાં પણ કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 19 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ઓમિક્રોનના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા ચાર જ દિવસમાં 54 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઓમિક્રોન સાથે કોરોનાના કેસો પણ વધતાં હાહાકાર મચી ગયો છે. આજે ઓમિક્રોનના 19 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશનમાં 6 અને આણંદમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

Related Articles

Back to top button