गुजरात

અમદાવાદ : AMCના વેકિસન લક્કી ડ્રો માં શાકભાજીવાળાને લાગી લોટરી, ગિફ્ટમાં મળ્યો આઈફોન

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. તેવામાં અમદાવાદ મહાનગર પાલિકાએ વેકિસનેશન કામગીરી વધુ ઝડપી બંને તે માટે અલગ અલગ પ્રોત્સાહિત ઇનામ જાહેર કર્યા છે. બીજો વેકિસનેશન ડોઝ વધુ કારગર બનવા માટે સૌથી મોંઘો ગણાતો આઇફોન(I-Phone) ગિફ્ટ આપવામા આવ્યો છે.

કોરોના જંગ સામે એકમાત્ર શસ્ત્ર વેક્સિન છે ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ વેક્સિનનો બીજો ડોઝ લોકો ઝડપથી લે તે માટે એક સ્કીમ જાહેર કરી હતી. 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર વચ્ચે જે પણ વ્યક્તિ વેકિસનનો બીજો ડોઝ લે તેઓનું નામ લક્કી ડ્રો કરી સૌથી મોંઘો ગણાતો આઇફોન આપવાની જાહેરાત કરી હતી. આ ઇનામ આજે મેયરના હસ્તે આપવામા આવ્યું હતું. સાત દિવસમાં એક અંદાજ મુજબ 75 હજાર લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. બહેરામપુર વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો છૂટક વેપાર તેમજ ડ્રાઇવિંગ કરનાર 30 વર્ષીય કિશનભાઇ મકવાણા આઇફોનના વિજેતા બન્યા છે.

આઇફોન ગિફ્ટ મેળવનાર કિશનભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે એક સમય માટે હું આ ફોન કોલ્સ અને ગિફ્ટ માત્ર ફ્રોડ ગણતો હતો. કારણ કે આ રીતે ફોન આવતા હોય છે તે તમને ગિફ્ટ લાગી છે. જ્યારે પહેલી વાર ફોન આવ્યો ત્યારે મને વિશ્વાસ બેઠો ન હતો. પરંતુ મારા ઘરના સરનામાં પર એએમસીની ટીમ આવી હતી અને સમગ્ર માહિતી આપી હતી કે લક્કી ડ્રોમા તમારું નામ લાગ્યું છે. હું એક સાદો ફોન યૂઝ કરનાર વ્યક્તિ છું. આઇફોન નામ સાંભળ્યું હતું પરંતુ 60 હજારનો આટલો મોંઘો ફોન મારી પાસે હશે તે ક્યારે કલ્પના કરી ન હતી. સૌ કોઇ વ્યક્તિએ વેકિસન ચોક્કસ લેવી જોઇએ.

એએમસી આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે કિશનભાઇને આઇફોન ગિફ્ટમાં મળવાની ખુશી તો ચહેરા પર છે પણ એએમસી માટે માથાનો દુખાવો એ ઘટના બની હતી કે કિશનભાઇ મકવાણા માની જ રહ્યા ન હતા કે તેઓને આઇફોન ગિફ્ટમા લાગ્યો છે. તેઓ માનતા હતા કે તેઓ સાથે કોઇ ફ્રોડ કરી રહ્યું છે. પરંતુ એએસમી આ સ્ક્રિમ તૈયાર કરી લોકોને પ્રોત્સાહિત કરે છે.

Related Articles

Back to top button