વાંસદા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે ભાજપના નિરીક્ષકોએ મુલાકાત લીધી
નિરીક્ષકોએ તાલુકા જિલ્લાના ભાજપના ઉમેદવારોને સાંભળ્યા
વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
ઉનાઈ, વાંસદા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇ વાંસદા પધારેલા ભાજપના નિરીક્ષકોએ અવનાર તાલુકા પંચાયત જિલ્લાના પંચાયત ભાજપના ભાવિ ઉમેદવારોને સાંભળ્યા હતા જેમાં વાંસદા તાલુકાની 28 તાલુકા પંચાયત તેમજ 7 જિલ્લા પંચાયત માટે વાંસદા તાલુકાના ભાજપના ઉમેદવારો ચૂંટણી લડવા માટે વાંસદા ખાતે આવેલા નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી જેમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વાંસદા તાલુકાના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં જિલ્લા પંચાયત માટે 21 દાવેદારો તેમજ તાલુકા પંચાયત માટે 84 દાવેદરોએ નિરીક્ષક સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી નિરીક્ષક તરીકે વાંસદા તાલુકાની મુલાકાતે સુરેશભાઈ મકવાણા પૂર્વ સફાઈ કામદાર બોર્ડના ઉપાધ્યક્ષ, જીગરભાઈ દેસાઈ ઉપ પ્રમુખ નવસારી જિલ્લા ભાજપ,વિપુલાબેન મિસ્ત્રી બીલીમોરા નગરપાલિકા પ્રમુખ હાજાર રહી તમામ દાવેદરોને સાંભળ્યા હતા