गुजरात

સાવધાન! અમદાવાદમાં Fraudની નવી રીત, ના કોઈ ફોન, મેસેજ કે otp, ક્રેડિટ કાર્ડમાં થઈ ગયા 1.95 લાખના ટ્રાન્જેક્શન

અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી otp મેળવ્યા બાદ ગઠિયાઓ લોકોના રૂપિયા પડાવી લેતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી otpના આપવામાં આવે તેમ છતાં કેટલાક લોકોના બેંક એકાઉન્ટ કે ક્રેડિટ કાર્ડમાંથી બારોબાર ટ્રાન્જેક્શન (Transaction) થઈ ગયા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. આવો જ એક બનાવ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં જોવા મળ્યો છે. ફરિયાદીનેના કોઈ મેસેજ કે ફોન આવ્યો. નથી કોઈ otp આપ્યો છતાં તેમના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 1.95 લાખ ના ટ્રાન્જેક્શન થઈ ગયા.

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને નોકરી કરતા સુરેશભાઈ આસુદાની ગત 28 જુલાઇના દિવસે નિત્યક્રમ મુજબ મોબાઈલ ફોન બંધ કરીને રાત્રિ દરમિયાન સૂઈ ગયા હતા. ત્યારે રાત્રિના બારેક વાગ્યાની આસપાસ તેમના પિતા પર બેંકમાંથી ફોન આવ્યો હતો.

જેમાં ફરિયાદી એ વાતચીત કરતા તેઓને પૂછવામાં આવ્યું હતું કે તેમણે ક્રેડિટ કાર્ડથી કોઈ ટ્રાન્જેક્શન  કરેલ છે. જો કે ફરિયાદીએ કોઈ ટ્રાન્જેક્શન કર્યાના હોવાથી સામે વળી વ્યક્તિ એ તેમના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 1 લાખ 95 હજારના અલગ અલગ ચાર ટ્રાન્જેક્શન કરીને ફ્રોડ થયું હોવાનુ જણાવી તેમનું ક્રેડિટ કાર્ડ બંધ કરી દીધું હતું. અને આ બાબતે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે કહ્યું હતું.

જો કે ફરિયાદી એ તેમનો મોબાઈલ ફોન ચાલુ કરતા તેમાં પણ ચાર ટ્રાન્જેક્શન ના મેઈલ આવ્યા હતા. જે અંગે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. જો કે બેંક ને તાત્કાલિક જાણ કરતા બેંક દ્વારા રૂપિયા 85 હજાર સીઝ કરવામાં આવ્યા હતા.

જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે ફરિયાદી રાત્રિના દસ વાગ્યા પછી તેમનો ફોન બંધ કરી દે છે. કોઈનો મેસેજ કે ફોન કે પછી કોઈને otp આપ્યા સિવાય પણ ક્રેડિટ કાર્ડમાંથી અલગ અલગ ચાર ટ્રાન્જેક્શન મારફતે રૂપિયા 1.95 લાખ ઉપાડી ગયા.

Related Articles

Back to top button