गुजरात

અમદાવાદ :અમે કોરોના વોરિયર નહીં પણ કોરોના લૂઝર્સ હોય એવું લાગે છે- આરોગ્ય કર્મીઓએ ઠાલવી વ્યથા

અમદાવાદ આજે સવારથી 1100 જેટલા મેડિકલ અને પેરામેડિકલની સ્ટાફનાં વર્ગ 4 નાં કર્મચારીઓએ દેખાવો શરૂ કર્યા હતા જેની પાછળનું કારણ હતું એક પરિપત્ર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ 19 દરમિયાન નિમણૂક પામેલા પાર્ટ ટાઈમ મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનીશીયન, ફાર્માસિસ્ટ તેમજ પાર્ટ ટાઈમ મેડિકલ સ્ટાફ અને 12 કલાક માટે રાખેલા મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ. સ્ટાફની સેવાઓ બંધ કરવા માટે પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેને લઇને તમામ કર્મચારીઓમાં નારજગી જોવા મળી હતી.

નારાજગીને કારણે તમામ કર્મચારીઓએ આરોગ્ય ભવન ને બાનમાં લીધું અને આરોગ્ય ભવન આ તમામ દરવાજા બંધ કરીને સૂત્રોચ્ચાર ની શરૂઆત કરી હતી આ સાથે પીપીઇ કીટ અને ક્વૉરિન્ટીન વિસ્તારમાં લગાવવામાં આવેલા સ્ટીકરને પોતાનાં પર લગાવીને કર્મચારીઓ એ વિરોધ કર્યો હતો જો કે આખાય ઘટના ક્રમ બાદ જ્યારે કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચ્યા ત્યારે આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પણ આપવાની તૈયારીઓ કરી પરંતુ આવેદન પત્ર આપ્યો ન હતો.

આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીના જણાવ્યા પ્રમાણે તમામ કર્મચારીઓ આવ્યા હતા મે વાત પણ કરી અને આગામી સમયમાં કંઈ કામ હશે તો જણાવવા અંગે પણ કહ્યું પરંતુ આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો એ વાત ખોટી છે કારણ કે પરિપત્ર તો આપી દેવામાં આવ્યો હતો અને 30 નવેમ્બર કોન્ટ્રાક્ટ પ્રમાણે છેલ્લી તારીખ છે એટલે એ પ્રમાણે કહેવામાં આવ્યું છે.

આગળ હવે શું ?- 1100 જેટલા કર્મચારીઓ એ સરકાર સામે નારાજગી દર્શાવી છે કે જ્યારે કોરોના માં સૌથી વધારે જરૂર હતી ત્યારે સરકારે કામ લીધું છે કે શા માટે તેમને અન્ય કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા નથી ?  10હજાર રૂપિયાનું વેતન આપવા છતાં ઘણા કોરોનામાં કામ કરનાર સ્ટાફે ઘરે પણ કોરોનાને આમંત્રણ આપ્યું હોય એમ કામ કર્યું હતું.  કેટલાય કર્મચારીઓએ પોતાના પરિવારનાં સભ્યોને કોરોનાને કારણે ખોયા છે. આ અંગે આરોગ્ય કર્મી તરીકે કામ કરતા કર્મચારીઓ નું કહેવું છે કે અમારે નોકરીની જરૂર છે અને સરકાર જ્યારે ખરાબ સમયમાં અમને કામ સોંપે તો ફરી જ્યારે અમને જરૂર છે ત્યારે પણ સરકારે વિચારવું જોઈએ. કોરોના સમયમાં કામ કર્યું અને અમે અમારા પિતા અને પરિવારમાંથી કોઈ ને કોઈ સભ્યને ખોયા છે અમને કામ જોઈએ છે આ વાત સાથે તમામ કર્મીઓ ટાગોર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમ પણ પહોંચ્યા હતા જ્યાં મેયર અને પદાધિકારીઓનો ઘેરાવો થયો હતો. જ્યાં તમામ ને સાંભળ્યા બાદ ગુરુવારે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બેઠકમાં મળવા માટેનો સમય આપ્યો છે

અમદાવાદમાં ઉઠેલો આ વિરોધનો સુર ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ત્યારે આગામી સમયમાં અન્ય કામગીરી સોંપાઈ તેવી અટકળો પણ છે એવામાં હાલની સ્થિતિ પ્રમાણે કોન્ટ્રાક્ટ પૂરો થતા આ તમામ કોરોના યુઝર્સ બન્યા હોવાનો અનુભવ થયો છે. તેમજ તેમનું કહેવું છે અહીં અમે જ બધુ ખોયુ છે. નોકરી અને પોતાની વ્યક્તિઓ પણ. ત્યારે કોરોના લૂઝર્સ હોઇએ તેમ અનુભવ થાય છે. અમે કોરોના વોરિયર્સ નહીં પણ કોરોના લૂઝર્સ છીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close