गुजरात

અમદાવાદ : સિનિયર સિટીઝનની રિવોલ્વર ચોરાઈ, તસ્કર 32 બોરની બંદૂક સાથે કારતૂસના 6 પાઉચ પણ ઉઠાવી ગયો

અમદાવાદ : અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાંથી ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંયા તસ્કરોએ કઈ કિંમતી માલસામાનના બદલે રિલોવ્લવરની ચોરી કરી લીધી છે. જોકે, રિવોલ્લવર સાથે જીવતા કારતૂસના પાઉચ પણ ચોરાઈ જતા ચોરીની નુકસાની સાથે કઈ પણ અમંગળ થવાનીં સંભાવનાઓ વધી ગઈ છે. સિનિયર સિટીઝને સુરક્ષા માટે લીધેલ રિવોલ્વર ઘરના બેડરૂમ માંથી કોઈ ચોરી (Theft) કરી ગયું હોવાનો બનાવ શાહીબાગ માં સામે આવ્યો છે.

શાહીબાગ માં રહેતા અને સમાજસેવા કરતા ચંદુલાલ પટેલે પોલીસ ફરિયાદ આપી છે કે તેમણે હથિયાર રાખવાનો પરવાનો મેળવવા બાદ પોતાની સુરક્ષા માટે નહેરુનગર સર્કલ પાસે થી કોલ્ડ પોકેટ પોઝિશન મેઇડ ઈન યુ એસ એ રિવોલ્વર અને દસ કારતૂસ રૂપિયા 5 લાખમાં ખરીદ્યા હતા. ગત 18મી ડિસમ્બરના દિવસે ઊંઝામાં લક્ષ ચંડી હવનનો કાર્યક્રમ હોવાથી તેઓ હથિયાર લઈને ત્યાં ગયા હતા. 22 મી તારીખે રાત્રે પરત આવ્યા બાદ તેમણે ચાર કારતૂસ ભરેલી બત્રીસ બોર ની રિવોલ્વર અને 6 કારતૂસ ભરેલ પાઉચ તેમના બેડરૂમમાં આવેલ એક ડ્રોવરમાં મૂક્યું હતું.

Related Articles

Back to top button