गुजरात

દહેગામ નગરપાલિકા આયોજિત મ્યુનિસિપલ હાઇસ્કુલ ખાતે સાતમા તબ્બકાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ધારાસભ્ય બલરાજસિંહ ચૌહણ તેમજ દહેગામ નગરપાલિકા પ્રમુખ પીનાબેન શાહ ઉપપ્રમુખ નિકુલભાઇ બારોટ. પાલિકાનો સ્ટાફ હાજર રહી લોકોને મદદની કામગીરી કરી હતી.

દહેગામ

અનીલ મકવાણા

દહેગામ નગરપાલિકા આયોજિત મ્યુનિસિપલ હાઇસ્કુલ ખાતે સાતમા તબ્બકાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સેવા સેતુના આ કાર્યક્રમમાં આવકના દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, આરોગ્યને લગતા કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના સાથે હવે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીઓ પણ કાર્યક્રમ સ્થળે સ્વીકારવામાં આવે છે.

લોકો સવાર થી લાઈનમાં ઉભા રહ્યા હતા. ત્યારે આવકના દાખલા ના ફોર્મ પુરા થતાં લોકો ઘરે પરત ફર્યા હતા. આ કાર્યક્રમમાં આધારકાર્ડ. રેશનકાર્ડ. ચુંટણીકાર્ડ. જાતિનું પ્રમાણપત્ર. સહિતના કાર્ડ કઢાવવા લોકો સવાર થી લાઇનોમાં ખડકાઇ ગયા હતા. આ સેવાસેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહણ તેમજ દહેગામ નગરપાલિકા પ્રમુખ પીનાબેન શાહ ઉપપ્રમુખ નિકુલભાઇ બારોટ. પાલિકાનો સ્ટાફ હાજર રહી લોકોને મદદની કામગીરી કરી હતી. જેમા ૫૮. સુવિધાનું બોર્ડ લગાવેલ હતું તે મુજબ સુવિધા લોકો મળી ન હતી. તેવુ લોકોના મુખે ચર્ચાઇ રહેલ. બે વાગ્યા સમય પૂર્ણ કરવાના સમયે લોકો લાઇનોમાં ઉભા હતા.

Related Articles

Back to top button