गुजरात

ગુજરાતમાં હજી બે દિવસ માવઠાની આગાહી, ખેડૂતોમા ચિંતાનો માહોલ

અમદાવાદ: અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઇ રહી છે. પવનની પેટર્ન દરિયાઇ થઇ જતાં સોમવારે વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી વરસવાની આગાહી કરવામાં આવી છે.

બે દિવસ બાદ પડશે ઠંડી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અન્ય વિસ્તારોમાં વાતાવરણ સુકું રહેવાની સાથે જ હવામાં ભેજ હોવાથી લઘુત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી અનુભવાશે અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો ઘડાટો નોંધાય શકે છે.

દરિયાકાંઠાના પ્રદેશોમાં વરસાદી માહોલ

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસર અને તેના પગલે ગુજરાતના દરિયાકાંઠા સુધી ટ્રોફના પગલે શિયાળાના આગમનને બદલે માવઠું થઇ રહ્યુ છે. સોમવારે પણ વલસાડના કપરાડામાં દોઢ ઈંચ અને ડાંગમાં 8 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. આ સાથે સૌરાષ્ટ્રમાં અમરેલીના ખાંભા તાલુકાના લાસા ગામમાં ધોધમાર 2 ઈંચ વરસાદ વરસી ગયાના અહેવાલ છે. સૌરાષ્ટ્રમાં અન્યત્ર છૂટાછવાયા ઝાપટાં વરસ્યા હતા.

Related Articles

Back to top button