અમદાવાદ: ફટાકડાનાં કારણે 7 દિવસમાં 115 જગ્યાએ લાગી આગ, જાણો સંપૂર્ણ વિગત
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા તારીખ 01/11/2021 થી તા.07/11/2021 સુધીમાં , દિવાળીનાં તહેવાર દરમિયાન વાઘ બારસથી લઈને ગત બપોરનાં 12:00 કલાક સુધી ફટાકડાનાં કારણે આગ લાગવાના કુલ 115 બનાવો બન્યા છે.
તા . 01/11/21 કોલ=02
તા . 02/11/21 કોલ=11
તા . 03/11/21 કોલ=10
તા . 04/11/21 કોલ=34
તા . 05/11/21 કોલ=51
તા . 06/11/21 કોલ= 07
તા . 07/11/21 કોલ = 00
બપોરે 12:00 કલાક સુધીમાં ફટાકડા ને કારણે બનેલા આગના બનાવો 115 સામે આવ્યા છે જેમાં મકાન માં લાગેલ આગોની સંખ્યા 24 છે. ફેક્ટરીમાં લાગેલ આગની સંખ્યા 12, કચરામાં લાગેલ આગોની સંખ્યા 58, વાહનમાં લાગેલ આગની સંખ્યા 05, દુકાનમાં લાગેલ આગની સંખ્યા 08, ફટાકડાની લારીમાં લાગેલ આગોની સંખ્યા 01, ઝાડમાં લાગેલી અગની સંખ્યા 06 અને રેલ્વે ઓફિસમાં 01 જગ્યાએ આગ લાગી છે. ફટાકડાને કારણે લાગેલ આગોની કુલ સંખ્યા 115 થઇ છે.
ફટાકડાને કારણે લાગેલ આગને કારણે થયેલ નુક્સાન- ફટાકડાને કારણે લાગેલ આગને કારણે મહદઅંશે થયેલ માલના નુકસાનમાં_ કચરો , ફર્નિચર , મશીનરી , લાકડું , મકાનની મિલકત , ઈલેક્ટ્રીક વાયરીંગ , ઘરવખરી વિગેરે નું સમાવેશ થાય છે.
ફટાકડા ને કારણે લાગેલ આગોને કારણે થયેલ ઈજા કે જાનહાનિ- ફટાકડાને કારણે જાનહાનિની કોઈ જ વિગત સામે આવી નથી. ફટાકડા ને કારણે લાગેલી આગોના વિસ્તારો ની માહિતી ની વાત કરીએ તો દરીયાપુર, કાલુપુર, બાપુનગર,ઓઢવ, ગોમતીપુર,વટવા, મણિનગર, નારોલ , અસલાલી, નરોડા, ચાંદખેડા, નારણપુરા, રાણીપ, વાસણા, પ્રહલાદનગર, સાબરમતી , ગોતા વિસ્તાર છે.
ફટાકડા સિવાય અન્ય કારણોસર લાગેલ રીતે આગની વિગત ની વાત કરીએ તો શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગોની સંખ્યા- 20
ગેસ લીકેજને કારણે લાગેલી આગની સંખ્યા 01 વાહનમાં લાગેલ આગ — 03
ગોડાઉનમાં લાગેલ આગ — 03 મ્યુનિ. ઓફિસ — 01 દીવાનાં કારણે લાગેલ આગ — 05 ખુલ્લા પ્લોટ / કચરામાં લાગેલ આગ, 16 શોર્ટ સર્કિટ ને કારણે મકાન મા — 02, અન્ય કારણોસર લાગેલ આગો ની સંખ્યા- 11
ટોટલ કોલ = 62 ફટાકડા સિવાય અન્ય કારણે લાગેલી આગનાં વિસ્તારોની વાત કરીએ તો શાહપુર, કાલુપુર, બેહરાંપુરા, ગોમતીપુર, ખોખરા, નારોલ, અસલાલી નારાયનપુરા, વટવા, સોલા, બોડકદેવ. નવરંગપુરા શીલજ બોપલ અમરાઈવાડી ઘીકાંટા, દાણીલીમડા, ખેડા, સાંતેજ, બાકરોલનું સમાવેશ થાય છે.