गुजरात

અમદાવાદ: 25,000ની કિલો મીઠાઈ માટેનું એડવાન્સ બુકિંગ, હજુ પણ ઓર્ડર ચાલુ

આ વર્ષે દિવાળીનાં તહેવારમાં મીઠાઈના ભાવોમાં 15 ટકા જેટલો વધારો થયો હતો છતાં લોકો મીઠાઈ ખરીદી હતી. આમ તો મીઠાઈના ભાવો ગમે તેટલા હોય પરંતુ અમદાવાદીઓ મીઠાઈની મજા માણવા તૈયાર જ હોય છે ત્યારે અમદાવાદીઓ એ દિવાળી માટે બુકિંગ કરાવ્યું. એવી મીઠાઈ જેનો 1 કિલોનો ભાવ 25000 રૂપિયા છે.

અમદાવાદનાં સિંધુ ભવન રોડ પર આવેલી ગ્વાલિયા સ્વીટ્સ દ્વારા આ વર્ષે રૂ. 25 હજાર પ્રતિકિલોના ભાવની ગોલ્ડન પિસ્તાં બોલ અને ગોલ્ડન પિસ્તાં ડિલાઇટ નામની મીઠાઇ બનાવી છે. આ બંને મીઠાઈનું 48 કિલો બુકિંગ અને વેચાણ થઇ ગયું છે.

આમ 18 લાખ રૂપિયાની મીઠાઈનું વેચાણ થઈ ગયું છે.આ અંગે વાતચીત કરતા ગ્વાલિયા સ્વીટ્સના ડાયરેક્ટર જય શર્માએ જણાવ્યું કે આ મીઠાઈ ઉપર ગોલ્ડન વરખ તો છે જ સાથે તેમાં નૌજા ડ્રાયફ્રૂટસ 4થી 6 હજાર પ્રતિ કિલો અને મામરા બદામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કાળઝાળ મોંઘવારી વચ્ચે પણ લોકો આ મીઠાઈ ખરીદી રહ્યા છે. જેની માટે ખાસ ટર્કીથી શેફને બોલાવવામાં આવ્યા હતાઆ ઉપરાંત આ મીઠાઇને રાખવા માટે ખાસ પ્રકારનું જ્વેલરી બોકસ બનાવવામાં આવ્યું છે.આ મીઠાઇને બનાવવા માટે દુનિયાનું સૌથી મોંઘા ડ્રાયફ્રૂટ નૌજાનો ઉપયોગ કરવામાં આવે છે.

ગોલ્ડન પિસ્તા બોલમાં મમરા બદામનો સ્વાદ
ગોલ્ડન પિસ્તાં નૌજા ડિલાઇટ તેમજ ગોલ્ડન પિસ્તા બોલ નામની મીઠાઈ માં ગોલ્ડન વરખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 24 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોંઘી ડ્રાયફ્રૂટ એવા મામરા બદામનો ઉપયોગ ગોલ્ડન પિસ્તા બોલમાં કરવામાં આવી છે. જ્યારે ગોલ્ડન પિસ્તા ડીલાઈટમાં પિસ્તા, નોજા કેસર વગેરેનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. ઇરાન, ઇરાક અને અફઘાનિસ્તાનથી આવે છે નૌજા ડ્રાયફ્રૂટ રૂ. 25 હજાર પ્રતિકિલોની આ બંને મીઠાઈનું 40 કિલો બુકિંગ અને વેચાણ થઇ ગયું છે.

Related Articles

Back to top button