गुजरात

સુરક્ષિત અમદાવાદ? મોડી રાતે રિવરફ્રન્ટ પર બેસતા પહેલા ચેતજો, કપલ સાથે બની ગંભીર ઘટના

અમદાવાદ : આમ તો રાત્રે જ્યારે રિવરફ્રન્ટ પર કોઈ બેસવા જાય ત્યારે દસેક વાગ્યા બાદ ત્યાંની સિક્યોરિટી લોકોને ત્યાંથી જતા રહેવા આદેશ કરતી હોય છે અને પોલીસ પણ આવું જ કરે છે. તો પ્રશ્ન થાય કે, અનેક લૂંટ (loot) કે કપલ પાસેથી રૂપિયા પડાવવાના આટલા કિસ્સાઓ તો કઇ રીતે બને છે? ગાર્ડ કે પોલીસ ત્યારે ક્યાં હોય છે. આવી જ એક ઘટના બે દિવસ પહેલા રીવરફ્રન્ટના અપર વોકવે પર બની હતી. એક કપલ રાત્રે બારેક વાગ્યે આવીને બેએક વાગ્યા સુધી બેસી વાતો કરતા કરતા નાસ્તો કરતા હતા. ત્યારે બે શખસોએ આવીને છરી બતાવી લૂંટી લીધા હતા. આવી અગાઉ પણ અનેક ઘટના બની છે. જેથી દસ વાગ્યા બાદ રિવરફ્રન્ટ પર જવું જાણે ખતરો હોય તેવું સાબિત થઈ રહ્યું છે.

મૂળ બનાસકાંઠાના અને હાલ અમદાવાદના નારણપુરામાં રહેતા મિત સોની એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની સગાઇ પૂનમ નામની ડોકટર યુવતી સાથે થઈ છે. બે દિવસ પહેલા તેઓ રાત્રે તેમનું બાઇક લઈને પૂનમ બહેનને તેમની હોસ્પિટલ ખાતે લેવા ગયા હતા.

Related Articles

Back to top button