खास रिपोर्ट

સામાજિક કાર્યકરથી પોલીસ કોન્સ્ટેબલથી પોલીસ ઈન્સ્પેક્ટર સુધીની સફર – કિરણભાઈ સુનિલભાઈ પટેલ (પાડવી)

Anil Makwana

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના વાંસદા ગામના પાટાફળીયા ખાતે રહેતા કિરણભાઈ સુનિલભાઈ પટેલ (પાડવી)એ GPSC દ્વારા લેવાયેલી પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ની પરીક્ષા પાસ કરી છે.અને તેઓ સીધા પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે પસંદ થયા છે.તેમણે સમગ્ર વાંસદા તાલુકા વાંસદા ગામ અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યુ છે.તેમણે ST કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવીને ખૂબ જ ઊંચી સફળતા પ્રાપ્ત કરી છે.
હાલ જ તેમણે પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ પૂર્ણ કરી હતી.અને તેમનું પોસ્ટિંગ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે થયું હતું. કોન્સ્ટેબલ પહેલાં તેઓ એક સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરી રહ્યાં હતાં. તેઓ લોકોમાં પર્યાવરણને બચાવવાની જાગૃતિ ફેલાવી રહ્યા હતાં. તેમણે પોતાની યુટયુબ ચેનલ દ્વારા ગામડાંના લોકોની સમસ્યાઓ જાણી વહીતંત્ર સમક્ષ રજૂ કરીને તેને હલ કરવાના પ્રયત્નો કર્યા હતાં.

કિરણ પાડવી (પટેલ) ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે.તેમનાં માતા ગંગાબેન પટેલ ગૃહિણી છે.અને તેમનાં પિતા સુનિલભાઈ પટેલ ખેડૂત અને સામાજિક કાર્યકર છે. કિરણ પાડવી એ બી.ઈ સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે.તેઓ છેલ્લા ચાર વર્ષથી સપરધાતમક પરીક્ષાઓની તૈયાર કરી રહ્યાં હતાં.અને તેમણે અંતે પાંચમાં ઈન્ટરવ્યુમાં સફળતા મેળવી છે. આ અગાઉ તેમણે જીપીએસસીના ચાર ઈન્ટરવ્યુ અને છ જેટલી મુખ્ય પરીક્ષાઓ આપી હતી.તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે વાંચવાના પુસ્તકો ન હતાં તો તેઓ તેમના મિત્રો પાસે પુસ્તકો ઉછીના માંગી વાંચતા હતાં. કિરણ પાડવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સંઘર્ષ કરતાં રહો..સંઘર્ષ કદી હારતો નથી.તેમણે તેમનાં ગામ વાંસદામાં એક સારી લાઈબ્રેરી હોય એવી ઈચ્છા વ્યકત કરી હતી.તેમણે તેમની સફળતાનો શ્રેય તેમના માતા પિતા બહેન અને મિત્રોને આપ્યો હતો. કિરણ પાડવી જેવા યુવાનો અન્ય યુવાનો માટે પ્રેરણારુપ છે. આટલો વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈને આટલી માટી સફળતા હાંસિલ કરી ખૂબ જ ગર્વની વાત છે.

Related Articles

Back to top button