खास रिपोर्टगुजरात

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લાની દિશાની બેઠક યોજાઇ

Home minister Amit shah

 

ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો.ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી – દિશા ની બેઠક યોજાઈ હતી.

ગાંધીનગર જિલ્લાની દિશાની બેઠકમાં જિલ્લામાં કેન્દ્ર સરકારની વિવિઘ યોજના થકી થયેલા વિવિધ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેની સાથે આગામી સમયે ગાંધીનગર જિલ્લાને વિકાસની નવીન ઉંચાઇએ લઇ જવા. સાથે સાથે જિલ્લામાં જનસુખાકારીના કામો અને વિવિધ યોજનાઓના લાભ કેમ વધુમાં વધુ સાચા લાભાર્થીઓને સરળતાથી મળી રહે તે માટે વિચાર-વિર્મશ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં રજૂ કરવામાં આવેલા પ્રેઝેન્ટેશન અનુસાર ગાંધીનગર જિલ્લામાં ઉજ્જવલા યોજના અંતર્ગત જાન્યુઆરી થી માર્ચ- ૨૦૨૩ સુઘીમાં ૫૯ હજારથી વઘુ એલ.પી.જી. સિલિન્ડર વિના મૂલ્યે રીફીલીંગ કરી આપવામાં આવ્યા છે. એન.એફ.એસ.એ. યોજના અને પી.એમ.જી.કે.વાય. યોજના અંતર્ગત ૯૫ ટકાથી વઘુ કામગીરી કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૦૨૨ સુઘીમાં ૯૫ ટકા કામગીરી કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૧૦૦ ટકા શૌચાલય નિર્માણ કરવામાં આવ્યું છે. નલ સે જલ યોજના અંતર્ગત ગુજરાતમાં પ્રથમ ગાંધીનગર જિલ્લો ૧૦૦ ટકા નળ જોડાણ ઘરાવતો જિલ્લા જાહેર કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ કેન્સરના સર્વે, સ્ક્રિનિંગ અને સારવાર અભિયાન અંતર્ગત ૧ લાખ ૪૯ હજારથી વઘુ વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં ૭૬ અમૃત સરોવરના નિર્માણના લક્ષ્યાંક સાથે ૪૧ સરોવરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેની સાથે પ્રધાનમંત્રી જનઘન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોત બીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ જેવી અનેક ફલેગશીપ યોજનામાં ની કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી

બેઠકના આરંભે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણા ડી.કે એ મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કર્યું હતું

આ બેઠકમાં અમદાવાદ(પૂર્વ)ના સાસંદ શ્રી હસમુખભાઇ પટેલ, રાજયસભાના સાંસદ શ્રી નરહરિભાઇ અમીન, ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર (દ)ના ઘારાસભ્ય શ્રી અલ્પેશભાઇ ઠાકોર, દહેગામના ઘારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, માણસાના ઘારાસભ્ય શ્રી જયંતિભાઇ પટેલ, કલોલના ઘારાસભ્ય શ્રી બકાજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌતમ, નિવાસ અધિક કલેકટર શ્રી ભરત જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બી.કે.પટેલ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button