શિક્ષણ આરોગ્ય રોજગારી અને ન્યાય ની લડત લડવા બહુજન આર્મી સામાજિક એકતા મીશીન ભારત સંગઠન નુ નિર્માણ કરવા મા આવ્યુ
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
કચ્છ-ગુજરાત ની જનતા ના શિક્ષણ આરોગ્ય રોજગારી ન્યાય ની લડત લડવા બહુજન આર્મી ની 14 એપ્રિલ ડો. બાબા સાહેબ આંબેડકર જી ની 130 મી જન્મ જયંતી ના દિવસે સ્થાપના કરવામા આવી છે! છેલ્લા 3 વર્ષ થી એક સંગઠન સાથે રહીને ઘણા મુદાઓ ઉપાડી લડત લડી છે જેમકે જી.કે જનરલ હોસ્પિટલ ભુજ-કચ્છ મા દર્દીયો ને ટ્રીટમેન્ટ કરાવવા બાબતે લોકડાઉન મા ખાંનગી કંપનીઓ મા વર્કરો ના બેથી અઢી કરોડ રૂપિયા કઢાવી અપાવ્યા તેમજ જ્યા કઈ અન્યાય થયો હોય ત્યા ન્યાય અપાવવા ખપે પગે ઉભા રહ્યા છીએ આવીજ રિતે બહુજન આર્મી ના માધ્યમ થી અમો કાર્યરત રહેવાના છિએ અને હાલ છેલ્લા બે મહીના થી જી.કે જનરલ હોસ્પિટલ ભુજ-કચ્છ ને સંપુર્ણ પણે ફ્રી કરાવવા તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ની જોગવાઈ કરાવવા લડત લડી રહ્યા છે આવનાર દિવસો મા જી.કે જનરલ હોસ્પિટલ ફ્રી કરાવવા તેમજ હોસ્પિટલ ની ઘણી કમી અને ખામીઓ દુર કરીને કચ્છ ની પ્રજાને ન્યાય મળે તે માટે ભુખ હળતાલ પર બેસશે તેવું લખનભાઈ ધુવા સંસ્થાપક બહુજન આર્મી
સામાજિક એકતા મીશીન ભારત અને કિશોરભાઈ ધેડા સંસ્થાપક બહુજન આર્મી સામાજિક એકતા મીશીન ભારત દ્વારા જણાવવામાં આવ્યું હતું