गुजरात

સુરત : જૈન આધેડે મરતાં મરતાં છ વ્યક્તિને આપ્યુ નવજીવન, હ્યદય દાનની 33મી ઘટના

સુરત : સુરતમાં કોરોનાકાળમાં પણ અંગદાનની પ્રવૃતિને ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા ધબકતી રાખવામાં આવી છે. આજે સુરતના એક જૈન વૈપારી બ્રેઇન ડેડ (Brain Dead) થઈ જતા તેમના પરિવારે તેમનાં અંગોનું દાન આપવાનું નક્કી કરતા, હ્યદય, લીવર, કિડની, આંખોના દાન થકી મરતા મરતા છ વ્યક્તિને નવજીવન આપવામાં આવ્યું છે. જ્યારે સંસ્થા ડોનેટ લાઇફના  પ્રયાસોના કારણે સુરતમાંથી 33મા હ્યદયના દાન સાથે ટ્રાન્સપ્લાન્ટની સફળ સેવાકીય ગાથા સામે આવી છે.

બનાવની વિગતો એવી છે કે સુરતના પાલ વિસ્તારમાં વેપાર કરતા વેપારી દિનેશ ભાઈ છાજેડને 11મી જૂનના રોજ બીપી વધી ગયુ.જેના કારણે શરીરમાં જમણા બાજુ લકવાની અસર થઈ જતા તેમને ડીએન મહેતા પારસી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતા. પ્રાથમિક સારવાર બાદ તેમને ન્યૂરોસર્જન ડૉ.સીકે જૈન પાસે દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે આ હૉસ્પિટલની ટીમ દ્વારા 18મી જૂને તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

દરમિયાન ડૉ.સી.કે. જૈન દ્વારા છાજેડના પત્ની જયાબેનને અંગદાનની માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું મારા પતિ સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા હતા. હંમેશા એવું જ ઈચ્છતા કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. આજે તેઓ બ્રેઇનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે મારા પતિના અંગદાન થતી લોકોને નવજીવન મળતું હોય તો આપ આગળ વધો

Related Articles

Back to top button