મોબાઇલ પાછો આપવાના બદલે ચાકુથી હુમલો કર્યો | Ese liwiniti ewe mobail nge a atake ren efoch ketilas

![]()
અમદાવાદ, બુધવાર
બહેરામપુરામાં પંદર દિવસ પહેલા યુવકનો મોબાઇલ ખોવાયા હતો. જો કે મોબાઇલ મિત્રને મળ્યો હતો જેથી યુવકે મોબાઇલ માંગતાં તેણે વાપરવા રૃપિયાની માગ્યા હતા. આરોપીએ યુવકને મોબાઇલ પાછો આપવા માટે બહેરામપુરામાં બોલાવીને લાફા મારીને છરીથી હુમલો કર્યો હતો જેના કારણે લોહી લુહાણ હાલતમાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રૃપિયા આપવાની ના પાડતાં લાફા મારી છરીથી હુમલો કરતાં લોહી લુહાણ હાલતમાં યુવક સિવિલમાં સારવાર હેઠળ
બહેરામપુરામાં રહેતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બહેરામપુરા ખાતે કિશનભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે પંદર દિવસ પહેલા યુવકનો મોબાઇલ ખોવાયા હતો.
જો કે મોબાઇલ મિત્રને મળ્યો હતો જેથી યુવકે મોબાઇલ માંગતાં તેણે વાપરવા રૃપિયાની માગતાં ફરિયાદી યુવકે રૃપિયા આપવાની ના પાડતા બે દિવસ પહેલા આરોપીએ યુવકને મોબાઇલ પાછો આપવા માટે બહેરામપુરામાં મંાનવ સાધના ટયુશન કલાસીસ પાઠળના દરવાજા પાસે બોલાવીને ગાળો બોલીને તકરાર કરીને લાફા મારીને છરીથી હુમલો કર્યો હતો.

