गुजरात

વડોદરામાં આગના ત્રણ બનાવઃસ્ક્રેપ અને ફર્નિચરના ગોડાઉનમાં આગ,કારમાં આગ લાગવાનો ત્રીજો બનાવ | three incident of fire in city



વડોદરાઃ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આગ લાગવાના જુદાજુદા બે બનાવ બન્યા હતા.જે પૈકી વધુ એક સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં લેતાં નાકે દમ આવી ગયો હતો.

વડોદરાની આસપાસના ગોડાઉનોમાં આગ લાગવાના વારંવાર બનાવો બને છે અને તેની સાથે સાથે ગોડાઉનોની ફાયર સેફટી સામે પણ સવાલો ઉઠતા હોય છે ત્યારે ગઈકાલે મધરાતે છાણી નજીક સાંકરદા ખાતે સ્ક્રેપના ગોડાઉનમાં કોઇ કારણસર આગ લાગતાં તેમાં પૂઠા,કારબા,પ્લાસ્ટિકની ચીજો સહિતનો સ્ક્રેપ લપેટાયો હતો.

આગનું રૌદ્ર સ્વરૃપ જોતાં ફાયર બ્રિગેડની જુદી-જુદી બે ટીમો કામે લાગી હતી અને પરોઢિયે આગ કાબૂમાં લીધી હતી.છાણી પોલીસ પણ બનાવના સ્થળે આવી ગઈ હતી અને વિગતો મેળવી હતી.આ બનાવમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

આગનો બીજો બનાવ આજે બપોરે કિશનવાડી ગધેડા શાકમાર્કેટ નજીક ફર્નિચરના ગોડાઉનમાં બન્યો હતો.જેમાં શોટસર્કિટને કારણે આગ લાગતાં સોફાના પાટિયાં, કટિંગના મશીનો અને અન્ય રોમટિરિયલ લપેટાયું હતું.રહેણાંક વિસ્તાર હોવાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.પાણીગેટ ફાયર બ્રિગેડે પોણો કલાકમાં આગ કાબૂમાં લઇ લીધી હતી.

ગોત્રી-સેવાસી રોડ પર કારમાં આગ, પાંચ દિવસમાં ત્રીજો બનાવ

શહેરમાં કારમાં આગ લાગવાના ઉપરાછાપરી  બનાવ  બની રહ્યા છે ત્યારે આજે બપોરે ગોત્રી-સેવાસી રોડ પર એક કારમાં એન્જિનના ભાગે આગ લાગતાં ચાલકનો  બચાવ થયો હતો.ફાયર બ્રિગેડ સમયસર આવી જતાં વધુ નુકસાન થતું અટક્યું હતું.નોંધનીય છે કે,કારમાં આગ લાગવાનો પાંચ દિવસમાં ત્રીજો બનાવ બન્યો છે.આ પહેલાં માંજલપુરની સાંઇ ચોકડી અને સુરસાગરની મહારાણી સ્કૂલ પાસે કારમાં આગ લાગવાના બનાવ બન્યા હતા.



Source link

Related Articles

Back to top button