સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at nine places in Saurashtra goods worth Rs 8 85 crore seized

![]()
રાજકોટ ફ્લાઈંગ સ્કવોડની સર્જિકલ સ્ટ્રાઈક
રાજકોટ, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં રેતી, લાઈમસ્ટોન, બ્લેકટ્રેપ પથ્થર, માટી-મોરમ વગેરે ખનિજચોરી ઝડપાઈ
રાજકોટ: રાજકોટ ફ્લાઈંગ સ્કવોડની સર્જિકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહી યથાવત રહી છે અને હવે સૌરાષ્ટ્રમાં નવ જેટલા સ્થળોએ ખનિજચોરો પર દરોડા પાડીને રૂા. ૮.૮૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં રેતી, લાઈમસ્ટોન, બ્લેકટ્રેપ પથ્થર, માટી-મોરમ વગેરેની ખનિજચોરી ઝડપાઈ હતી. ખાણ ખનીજ વિભાગના આક્રમક અભિયાનથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર ખનન અને ખનિજ ચોરી સામે ખાણ-ખનીજ વિભાગે આક્રમક અભિયાન છેડયું છે. રાજકોટ સ્થિત ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડે છેલ્લા એક સપ્તાહમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સપાટો બોલાવીને કુલ નવ જેટલા સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં વાંકાનેરના પલાસ ગામેથી રોયલ્ટી પાસ વગર ખનિજ વહન કરતા ૬ ડમ્પર અને લુણસર ગામેથી ગેરકાયદેસર ખનન કરતા ૧ હિટાચી મશીન જપ્ત કરી વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. વંથલી ગામે ગેરકાયદેસર હાર્ડ મોરમ ખનન કરતા ૧ હિટાચી મશીન અને ૧ ડમ્પર તેમજ રેતી અને બ્લેકટ્રેપનું ગેરકાયદેસર વહન કરતા ૪ લોડર-ડમ્પર જપ્ત કરાયા છે. માંગરોળના ખોડાદા ગામે બિલ્ડીંગ લાઇમસ્ટોનના ખનન અંગે ૧૨ ચકરડી મશીન, ૪ ટ્રેક્ટર અને ૧ જનરેટર સીઝ કરવામાં આવ્યા છે.
ધોરાજીના સુપેડી ગામેથી ગેરકાયદેસર રેતી ખનન કરતા ૨ લોડર અને ૧ ટ્રેક્ટર તથા ઉપલેટાના મેખાટીંબી ગામેથી ૧ લોડર અને ૨ ટ્રેક્ટર મળી કુલ રૂા. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. લીમડીના ટોકરાળા ગામ પાસે રોયલ્ટી પાસ વગર બ્લેકટ્રેપ અને રેતીનું વહન કરતા ૩ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. અમરેલીના રાજસ્થળી ગામે શેત્રુંજી નદીમાં રેતી અને બ્લેકટ્રેપનું વહન કરતા ૨ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે.
|
ખનિજચોરો પર કરાયેલી કાર્યવાહી |
||
|
જિલ્લો/તાલુકો/ગામ |
ખનીજનું |
મુદ્દામાલ |
|
મોરબી |
ફાયરકલે અને |
૨.૧૦ કરોડ |
|
મોરબી |
અન્ય |
૮૦ |
|
જુનાગઢ |
હાર્ડ મોરમ |
૧.૨૦ કરોડ |
|
જુનાગઢ |
રેતી |
૧.૨૦ |
|
રાજકોટ |
સાદી રેતી |
૧.૩૦ કરોડ |
|
રાજકોટ |
અન્ય |
૮૦ |
|
સુરેન્દ્રનગર |
બ્લેકટ્રેપ અને રેતી |
૧.૦૦ કરોડ |
|
જુનાગઢ |
બિલ્ડીંગ |
૪૫ |
|
અમરેલી |
રેતી અને |
——- |


