गुजरात

મોબાઇલમાં ઓટીપી આવ્યા બાદ 14 મેસેજ આવેલા 4 લાખ ઓનલાઇન ફ્રોડ | 4 Lakhs ra otuputup won Internet mwirin OTP a feito lon mobile



અમદાવાદ,બુધવાર

દિન પ્રતિદિન સાયબર ગઠિયા અવનવી યુક્તિઓ અપનાવીને લોકો સાથે લાખો રૃપિયાની ઠગાઇ કરી રહ્યા છે. મણિનગરમાં વેપારીના મોબાઇલમાં ઓટીપી મેસેજ આવ્યોે હતો ચેક કરતાં 14 મેસેજ આવેલા હતા અને તેમના તથા તેમની પુત્રીના બેન્ક ખાતામાંથી ચાર લાખનો ઓન લાઇન ફ્રોડ થયેલો હતો. મોબાઇલ ચેક કરતાં ફોન ફોરવડીંગ થઇ ગયેલો હતો. આ બનાવ અંગે મણિનગર પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

OTP આવ્યો, પછી ફોન ચેક કરતા ફોર્વડિંગ થઈ ગયો

મણિનગરમાં રહેતા યુવકે મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે  ફરિયાદ નોંધાવી છે કે ગત તા.26-11-2025ના રોજ  ફેકટરી ઓફિસે હાજર હતા ત્યારે ફોનમાં ઓટીપી મેસેજ આવેલો જોયો હતો. ત્યારબાદ મોબાઇલ ચેક કરતાં 14 મેસેજ આવેલા હતા અને તેમના તથા તેમની પુત્રીના બેન્ક ખાતામાંથી એક ખાતામાંથી 107000 તથા બીજા ખાતામાંથી 2,93,000 સહિત કુલ 4,00,000 ઓન લાઇન ફ્રોડ થયેલો હતો. મોબાઇલ ચેક કરતાં ફોન ફોરવડીંગ થઇ ગયેલો હતો. આ ઘટના અંગે પ્રથમ સાયબર હેલ્પ લાઇનમાં ઓન લાઇન ફરિયાદ બાદ મણિનગર પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button