મહિલાએ હપ્તે મોબાઇલ લીધો દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરી રૃા. ૨.૨૧ લાખની લોન લીધી | Ekkewe polis lon Rakhial ra makkei eu tipis

![]()
અમદાવાદ, બુધવાર
કાલુપુરમાં રહેતી મહિલાને લોન ઉપર મોબાઇલ ખરીદવાનો ભારે પડયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં દુકાનદાર અને તેના સાગરીતે મહિલાને હપ્તે ફોન અપાવ્યો હતો, ત્યારબાદ તેમના દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરીને મહિલાના નામે રૃા.૨.૨૧ લાખની લોન લીધી હતી ૨૪ મહિના લેખે દર મહિને રૃા.૯,૨૩૫ હપ્તો આવતાં ખાતું ખાલી થઇ ગયું હતું. આરોપીએ લોન ભરવાની વાત કરી હતી પરંતુ બે વર્ષ સુધી લોન ન ભરીને છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગે રખિયાલ પોલીસે બે જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રખિયાલ પોલીસે ગુનો નોંધ્યો
કાલુપુરમાં રહેતી મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં શાહપુરમાં રહેતા શૈલેષભાઇ તથા રખિયાલમાં રહેતા વસીમભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે ૨૦૨૪માં માં કાર્ડ બનાવવાનું હોય તે પોતાના પરિચીત મારફતે શૈલેષભાઇને સંપર્ક કરતા તેઓએ આ કાર્ડ બનાવી આપ્યું હતું.
બીજીતરફ હપ્તેથી મોબાઇલની ખરીદી કરવા માટે આ વ્યકિતએ હા પાડતાં રખિયાલમાં મોબાઇલની દુકાનમાંથી તેઓએ મહિલાને હપ્તે ફોન અપાવ્યો હતો ત્યારબાદ તેમના દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરીને મહિલાના નામે રૃા.૨.૨૧ લાખની લોન લીધી હતી ૨૪ મહિના લેખે દર મહિને રૃા.૯,૨૩૫ હપ્તો આવતાં ખાતું ખાલી થઇ ગયું હતું. આરોપીએ લોેન ભરવાની વાત કરી હતી પરંતુ બે વર્ષ સુધી લોેન ન ભરીને છેતરપીંડી કરી હતી.



